તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમદાવાદ -મુંબઇ તેજસ માટે રેલવે દ્વારા 7 માસ પહેલા ટાઇમ ટેબલ બદલાયુ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
અમદાવાદ -મુંબઇ પહેલી ખાનગી ટ્રેન તેજસને સમયસર પહોચાડવા માટે રેલવે દ્વારા સાત મહીના અગાઉ રેલવેનુ ટાઇમ ટેબલ બદલ્યુ છે.

જુલાઇ મહિનામા બદલાતા ટાઇમ ટેબલને જાન્યુઅારીમાં બદલી નંખાયુ છે.બદલાયેલા સમય મૂજબ રેલવેની 12 ટ્રેન 5થી 10 મીનીટ મોડી કરવામાં અાવી છે. સમગ્ર રૂટપર અને અન્ય સ્ટેશનથી ઉપજતી ટ્રેનો પણ પ્રભાવિત થઇ છે. ખાનગી ટ્રેન તેજસ 17મીથી ઉદ્ઘાટન થયા બાદ 19મીથી રેગ્યુલર સમયે ચાલશે. અા ટ્રેનને ચલાવવા માટે અેક ડધન જેટલી અેક્સપ્રેસ ટ્રેન બાધક બને છે. જે ટ્રેનનો સમય બદલવા રેલવેબોર્ડ દ્વારા પશ્ચીમ રેલવેને પત્રલખી ઉક્ત તમાંમ ટ્રેનનો સમય બદલવા સુચના અાપી છે. જેને પગલે અમદાવાદથી લઈને મુંબઈ સુધીના વિવિધ ટ્રેનના મુસાફરોને આ બાબતે અસર પડશે. હાલમાં તો 13મીએ તેજસ ટ્રેનનો ટ્રાયલ રન દોડાવવાનું આયોજન કરાયું છે. જે સફળ થશે ત્યારબાદ 17મીએ તેનો મૂળ રન દોડાવવામાં આવશે. તેમજ ટ્રેન મોડી પડે તો તેના મુસાફરને વળતર ચુકવવાનું પણ આયોજન છે.

કઇ ટ્રેનનો ટાઇમ બદલાયો
22902 ઉદેપુર -બાન્દ્રા

19045 તાપ્તી ગંગા

19667 ઉદેપુર -મૈસુર

12959 ભુજ -દાદર અેક્સપ્રેસ

12996 ઉદેપુર - બાન્દ્રા

12980 જયપુર -બાન્દ્રા

12926 પશ્ચિમ અેક્સપ્રેસ

12955 નવજીવન અેક્સપ્રેસ

17038 બિકાનેર -સિકંદરાબાદ

22664 જોધપુર -ચૈન્નઇ

17524 શ્રીગંગાનગર

13મીએ ટ્રાયલ રન
અાઇઅારસીટીસી દ્વારા પ્રાપ્ત માહીતી મૂજબ 13 જાન્યુઅારીઅે તેજસ ટ્રેનનો ટ્રાયલ રન યોજાશે. જોકે અા રન માત્ર અમદાવાદથી સુરત સુધી જ હશે. ટ્રાયલ રનમાં ટ્રેન હોસ્ટેશ , તેજસ ના ટી.સી. સહીત અન્ય સુવિધાઅો અંગે પણ ચકાસણી થશે. 13મીઅે અા ટ્રેન સવારે 9:35 વાગે અમદાવાદથી ઉપડશે. તેમજ 17મીઅે ઉદ્ઘાટન સમય 9:30નો છે. જ્યારે 19મીથી સવારે 6:35 વાગે ઉપડશે.

ટ્રેન મોડી પડે તો કોમ્પનશેશન
જો તેજસ ટ્રેન સમયસર નહી ચાલે તો મુસાફરોને કોમ્પનશેશન અાપવાની જાહેરાત અાઇઅારસીટીસી દ્વારા કરાઇ છે. અેક કલાકથી વધુ ટ્રેન મોડી પડે તો અેક ટીકીટ દિઠ રૂ. 250 જેટલુ વળતર અાપવાની વાત છે. ત્યારે અમદાવાદ-મુંબઇ રૂટ પર સોથી મોટી મુશ્કેલી સુરત રેલવે સ્ટેશન પર થાય તેમ છે. અને તેજસને લૂપ લાઇન પર ઉભી રાખવી પડી શકે. સમગ્ર રૂટ પર અા ટ્રેનોનો નડિયાદ ,વડોદરા , ભરૂચ અને સુરત પણ સમય બદલાશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો