તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અમદાવાદના વેપારીએ 14.75 લાખના એસી નહીં મોકલી છેતરપિંડી આચરી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કતારગામના એસીના વેપારીએ અમદાવાદના એસીના વેપારીને એસીનો ઓર્ડર આપ્યો હતો. તે માટે 42.75 લાખ રૂપિયા આપ્યા હતા. તેની સામે અમદાવાદથી વેપારીએ માત્ર 28 લાખની કિંમતના 125 એસી મોકલ્યા હતા. બાકિના 14.75 લાખના એસી મોકલ્યા નહતા. તેમજ રૂપિયા પણ પરત કર્યા હતા. મોટા વરાછામાં સુદામા ચોક ખાતે રહેતા રાકેશ અરવિંદ શિરોયા કતારગામ ગોતાલાવાડી ખાતે એસી સેલ્સ-સર્વિસનું કામ કરે છે. તેઓએ નવેમ્બર 2018માં અમદાવાદના હેપી કુલિંગ સિસ્ટમ પાસેથી એસી ખરીદવા માટે 42.75 લાખ રૂપિયા આપ્યા હતા. તેની સામે અમદાવાદથી હેપી કુલિંગમાંથી માત્ર 125 એસી આવ્યા હતા. તેની કિંમત 28 લાખ રૂપિયા થાય છે. બાકિના એસી ત્યાંથી મોકલ્યા નહતા. તેમજ બાકિના 14.75 લાખ રૂપિયા પણ હેપી કુલિંગ સિસ્ટમના રાહુલ હરેશ કામદાર(રહે. પાલડી,અમદાવાદ)એ પરત આપ્યા નહતા. રાકેશ શિરોયાએ રાહુલ વિરુદ્ધ કતારગામ પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...