તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એડવેન્ચર કરવા ઉંમર નડતી નથી : 51 વર્ષની 3 મહિલા પોર્ટુગલમાં 2500 કિમી કાર રાઈડ કરશે

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

women empowerment

સિટી રિપોર્ટર . સુરત

એન્જોય કરવા ઉંમર નડતી નથી તેવો મેસેજ આપવા શહેરના વિરાજ શાહ, હેતલ શાહ, અવની બુકસેલર પોર્ટુગલમાં જઈને જાતે 2500 કિલોમીટર કાર રાઈડિંગ કરશે. આ ત્રણેય મહિલાઓની ઉંમર 50 વર્ષથી વધુ છે. ત્રણેય મહિલા સુરતથી ફ્લાઈટ દ્વારા પોર્ટુગલ જશે અને ત્યાં કાર ભાડે લઈને 10 શહેરોમાં 2500 કિલોમીટર સેલ્ફ ડ્રાઈવ કરશે. 15મી માર્ચના રોજ સુરતથી પોર્ટુગલ માટે રવાના થશે. આ રાઈડ માટે વ્યક્તિગત ખર્ચ 1 લાખ 30 હજાર રૂપિયા થશે. પોર્ટુગલ સાથે ભારતનો ઈતિહાસ જોડાયેલો છે એ કારણથી રાઈડ માટે પોર્ટુગલની
રાઈડ કરશે.


વિરાજ શાહ | સામાન્ય રીતે દરેક વ્યક્તિઓ કહે છે કે 50 થી વધુ ઉંમરની મહિલાઓ તો વિદેશમાં એકલા કાર રાઈડ ન જ કરી શકે. પરંતુ અમારે એ વસ્તુ ખોટી સાબિત કરવી હતી. તેથી એકલા જ જવાનું અને કાર રાઈડ કરવાનું નક્કી કર્યુ. ત્રણેય મિત્રો પ્રોફેશનલ છે તેથી પોતાના રોજીંદા જીવનમાંથી સમય કાઢી કંઈક નવુ એડવેન્ચર કરવા માંગતા હતા. ઘણા લોકોએ અમને કહ્યંુ તમે એકલા ન જઈ શકો. તેમજ ત્યાં લેફ્ટ હેન્ડેડ ડ્રાઈવ કરવુ સહેલું નથી. ઉપરથી હાલમાં કોરોનાને કારણે દરેકે ના પાડી. છતા અમે હિંમત રાખી અમારો નિર્ણય અડગ રાખ્યો.

અવની બુકસેલર | ભરતનાટયમ ડાન્સ ટીચર છું. અમે ત્રણેય મહિલાઓએ 50 વર્ષ પૂર્ણ કરી દીધા છે. એ હેતુથી અમે આ સેલ્ફ ડ્રાઈવ રાઈડ કરવાનું નક્કી કર્યુ. મેં આજ સુધી લેફ્ટ હેન્ડેડ ડ્રાઈવ કર્યુ નથી. આ વખતે પહેલીવાર જ ઈન્ટરનેશનલ લાયસન્સ લીધંુ છે. તેથી હું પણ ત્યાં જઈને ડ્રાઈવ કરીશ. આ ટ્રીપ અમારી પહેલી ટ્રીપ છે. મારા પરીવારે મને આ ટ્રીપ માટે જવા માટે પ્રેરણા આપી. મહિલાઓ માટે કોઈ કામ અઘરુ કે અશક્ય નથી એ વાત અમે સાબિત કરીને બતાવીશું. મહિલાઓ એકલા પણ દરેક કાર્ય કરી જ શકે છે.


હેતલ શાહ | આ રાઈડ માટે 6 મહિનાથી રીસર્ચ કર્યુ. અમે એરપોર્ટથી કાર ભાડે લઈશું. કારનું ભાડુ 40 હજાર રૂપિયા જેટલુ છે. પોર્ટુગલ નાનો દેશ છે. તેથી આખુ પોર્ટુગલ અમે 14 દિવસમાં કવર કરીશું. લિસ્બનથી રાઈડ શરૂ કરી લિસ્બનમાં રાઈડ પૂર્ણ કરીશું. રોજ સવારે 8 વાગ્યેથી રાઈડ શરૂ કરીશુ. તેમજ રોજ 180 થી 200થી 300 કિમી જેટલુ અંતર કાપીશુ. દરેક જગ્યાએ એક દિવસ રોકાણ કરીશું. પોર્ટુગલ સાથે ભારતનો ઈતિહાસ જોડાયેલો છે. એ કારણથી અમે પોર્ટુગલ જવાનું નક્કી કર્યુ.


રાઈડ માટે 6 મહિના રિસર્ચ કર્યુ, ત્યાં જઈને કાર ભાડે લઈ 14 દિવસમાં 10 શહેર ફરશે
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો