તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આજે સિટીલાઇટમાં અગ્રવાલ સમાજની સંગીત સ્પર્ધા યોજાશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અગ્રવાલ સમાજ દ્વારા મહારાજા અગ્રસેનની 5143મી જન્મજયંતી નિમિત્તે આજે શનિવારના રોજ સાંજે સંગીત સ્પર્ધાનું આયોજન કરાયું છે. સાંજે 7 કલાકે આયોજિત આ સંગીત સ્પર્ધામાં જજ તરીકે બોલીવૂડનાં પ્લે બેક સીંગર અર્શ મોહમદ ઉપસ્થિત રહેશે. સ્પર્ધાને ગાતા રહે મેરા દિલ નામ આપવામાં આવ્યું છે.

શહેરના અગ્રવાલ સમાજ દ્વારા મહારાજા અગ્રસેનની જન્મજયંતી નિમિત્તે સાંસ્કૃતિક કાર્યક્રમોની સાથે વિવિધ પ્રકારની સ્પર્ધાઓ પણ યોજાઈ રહી છે. આ અંગે કપીશ ખાટૂવાળાએ કહ્યું કે સમાજના બાળકોને પ્રોત્સાહન માટે દર શનિ-રવિ સ્પર્ધાઓ યોજાય છે. તેમાં શનિવારે સંગીત સ્પર્ધાનું આયોજન કરાયું છે. સિટીલાઈટના અગ્રસેન ભવન ખાતે સાંજે 7 કલાકે સ્પર્ધાનો પ્રારંભ કરાશે. આ સ્પર્ધામાં જજ તરીકે બોલીવૂડના પ્લેબેક સીંગર અર્શ મોહમદ ઉપસ્થિત રહેશે. આથી સ્પર્ધાને નામ પણ ગાતા રહે દિલ અપાયું છે. તેમાં નેત્રહીન બાળકોનું ગ્રુપ પણ ભાગ લઈ રહ્યું છે. અલગ અલગ વયજૂથની આ સ્પર્ધામાં બીજા ગ્રુપો દ્વારા ડાન્સ, બીટ ફાઈટ અને બીજા કાર્યક્રમો અગ્રસેન ભવનના પંચવટી હોલમાં યોજાશે. જ્યારે બપોરના સમયે મહિલા શાખાના દૂબડી સાતમની પાટ માંડવી, ચોકલેટ મેળો, વુડન જ્વેલરી અને બીજી સ્પર્ધાઓ યોજાશે, જેમાં સમાજની કન્યાઓ અને મહિલાઓ મોટીસંખ્યામાં ભાગ લેશે. આ સ્પર્ધાઓના વિજેતાઓને અગ્રવાલ વિકાસ ટ્રસ્ટ દ્વારા પુરસ્કાર આપીને સન્માનિત કરાશે. આ ઉપરાંત રવિવારે અગ્રસેન મહારાજની જન્મજયંતીની ઉજવણી કરાશે. આ પ્રસંગે મહારાજા અગ્રસેનની પ્રતિમાને માલ્યાર્પણ કરાશે.

અન્ય સમાચારો પણ છે...