તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફોન ચોરીના બે વર્ષ બાદ સરથાણા પોલીસે ગુનો નોંધ્યો

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સરથાણા પોલીસે બે વર્ષ પહેસા થયેલી મોબાઈલ ચોરીની ફરિયાદ જે-તે સમયે દાખલ કરી ન હતી. હવે અચાનક પોલીસે તે ચોરીનો ગુનો દાખલ કર્યો હતો. એટલું જ નહીં આ સિવાય મોબાઈલ ચોરીની અન્ય 13 ફરિયાદો એક જ દિવસે પોલીસે દાખલ કરી છે. આ મોબાઈલ પણ એક વર્ષ પહેલા ચોરાયેલા છે. યોગી ચોક ખાતે ક્રિષ્ણા રો-હાઉસમાં રહેતા ક્વીલ સુરેશ સવાણી 4 માર્ચ 2017ના રોજ સોસાયટીની ગેટની બહાર જતા હતા ત્યારે બાઇક પર આવેલા સ્નેચરો તેનો મોબાઈલ લુટીને નાસી ગયા હતા. તે બનાવના બે વર્ષ બાદ ક્વીલે સરથાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ઉપરાંત યોગી ચોક, સીમાડા, સરથાણામાંથી મોબાઈલ ચોરાયા હતા.પુણામાં હરેકૃષ્ણા સોસાયટીમાં રહેતા કમલેશ અંબાલાલ પટેલના ખીસામાંથી 7 જુન 2018ના રોજ યોગી ચોક ખાતેથી મોબાઈલ ચોરી કરીને અજાણ્યો ભાગી ગયો હતો. લસકણા, સરથાણા, ગોપીપુરામાં પણ છેલ્લા એક વર્ષ દરમિયાન ફોન ચોરાયા છે. મોડેથી ગુનો દાખલ કરવાનું કારણ જાણવા સરથાણા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર એન.ડી.ચૌધરીને ફોન કર્યો પરંતુ તેમનો સંપર્ક થઈ શક્યો નહીં

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો