ખરીદીમાં મોડંુ થતાં પત્નીને ફિનાઈલ પીવડાવી દીધું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લિંબાયત નિલગીરી રામનગર ખાતે રહેતા રાજેન્દ્ર સોનવણે પ્લબરિંગ કામ કરે છે. રવિવારે રાજેન્દ્રની પત્ની નંદિની પોતાની બહેન સાથે બજારમાં ખરીદી કરવા માટે ગઈ હતી. ત્યાંથી પરત ફરતા તેને મોડંુ થઈ ગયું હતું. જે બાબતે પતિ પત્ની વચ્ચે બોલાચાલી થઈ હતી.

જેમાં રાજેન્દ્રએ નંદિનીને ફિનાઈલ પીવડાવી દીધું હતું. પતિએ ફિનાઈલ પીવડાવી દીધા બાદ નંદિનીની તબિયત લથડતા નજીકમાં રહેતી તેની માતા અને ભાઈએ તાત્કાલિક સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડ્યા હતા. બનાવની જાણ થતા લિંબાયત પોલીસ સ્મીમેર હોસ્પિટલ દોડી ગઈ હતી અને તપાસ શરૂ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...