તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પરિણામમાં વિલંબ થતા વિદ્યાર્થી પરિષદે કુલપતિનો ઘેરાવ કર્યો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માર્ચ મહિનાના પ્રથમ અઠવાડિયામાં યુનિવર્સિટીની પરીક્ષા આવી રહી છે ત્યારે હજુ સુધી પરિણામ આપવામાં વિલંબ કરવામાં આ‌વતો હોવાથી તેના વિરોધમાં બુધવારે એબીવીપીએ યુનિવર્સિટીમાં સુત્રોચાર કરીને કુલપતિનો ઘેરાવો કર્યો હતો. જોકે,બાદમાં કુલપતિએ હૈયા ધરપત આપી મામલો થાળે પાડી દીધો હતો.

આશરે 50 જેટલા વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રાર પાસે રજુઆત કરીને સુત્રોચાર કરી હોબાળો મચાવ્યો હતો. ત્યારબાદ કુલપતિ શિવેન્દ્ર ગુપ્તાના ચેમ્બર પાસે ગયા હતા.જોકે,સિક્યુરિટી તેમને અટકાવતા ચેમ્બર બહાર જ ધરણા કર્યા હતા. જોકે બાદમાં કુલપતિએ તેમનું આવેદન સ્વિકાર્યું હતું. વિદ્યાર્થીઓની રજુઆત હતીકે, માર્ચના પ્રથમ અઠવાડીયામાં પરીક્ષા આવી રહી છે. છતાં હજુ ઘણી ફેકલ્ટીના પરીણામ જાહેર કરવામાં આવ્યા નથી. જે તાકીદે આપવામાં આ‌વે ઉપરાંત રજીસ્ટ્રેશન કરાવ્યું હોવા છતાં હજુ 102 કોલેજના 12 હજાર વિદ્યાર્થીઓને ટેબલેટ મળ્યા નથી. કુલપતિએ વિદ્યાર્થીઓની હાજરીમાં જ અધિકારીને બોલાવી સમસ્યાનું નિરાકરણ લાવવા જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

    વધુ વાંચો