તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મુખ્યમંત્રી બાદ હવે વડાપ્રધાનને કુલપતિની ફરિયાદ કરાઈ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના સેનેટ સભ્યોએ કુલપતિ ડો. શિવેન્દ્ર ગુપ્તાની ફરિયાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કરી જણાવ્યું કે, કુલપતિની નિમણૂક નિયમ મુજબ થઈ નથી. આ સાથે તેઓ યુનિ.ના કાયદાનું પાલન નહીં કરી આડેધડ નિર્ણય લેતા હોવાથી 28 જેટલા કેસો ચાલી રહ્યા છે. કુલપતિના કારણે ટીચિંગ અને નોન-ટીચિંગ સ્ટાફમાં ભયનો માહોલ ફેલાયો છે. જેથી ડો. શિવેન્દ્ર ગુપ્તાને કુલપતિ પદ પરથી હટાવીને નવા કુલપતિની નિમણૂક જરૂરી છે. એવું સિન્ડિકેટ સભ્ય સંજય દેસાઈએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...