તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બાબુ ખાટકીની હત્યા બાદ હુમલાના ડરથી ગન રાખતો 1 ઝબ્બે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ક્રાઇમ બ્રાંચના સૂત્રોના જણાવ્યા અનુસાર, રાંદેર કોઝવે રોડ સકુન ચાર રસ્તા પાસેથી ઈમરાન ઉર્ફે ઈમુ ઈકબાલ હસન સૈયદ (ઉ.વ.31,રહે: પાલિયાવાડ સ્ટ્રીટ, રાંદેર)ને દેશી બનાવટની લોડેડ પિસ્તોલ સાથે ઝડપી પાડ્યો હતો. ક્રાઈમ બ્રાન્ચે ઈમરાન સૈયદની ધરપકડ કરી હાથ ધરેલી પૂછપરછમાં તેના પિતરાઇ ભાઇ સદ્દામ અને સલમાને ત્રણ મહિના પહેલા રાંદેરમાં બાબુ ખાટકી નામના વ્યકિતની હત્યા કરી હતી જેથી તેના ભાઈઓ હુમલો કરે તેવા ડરથી સ્વબચાવમાં હંમેશા લોડેડ રાખતો હોવાની કબૂલાત કરી છે.

ઓક્ટોબર-2018માં રાંદેરમાં માંસ-ગૌવંશની હેરાફેરીમાં વર્ચસ્વ જમાવવા માટે ચાલી રહેલા ઝઘડામાં રાંદેરના બાબુ ખાટકીને વરીયાવ કોલેજ પાસે ઘેરી લઇને લાકડાના ફટકા તેમજ તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરીને મોતને ઘાટ ઉતારી દેવાયો હતો. આ હત્યામાં એક સમયના ભાગીદારો જ શંકાના દાયરામાં આવી ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...