• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Surat News After Studying In Svnit Students Leave Their Bicycles Repairing 1000 Such Bicycles Will Be Given To New Students 074058

SVNITમાં અભ્યાસ બાદ વિદ્યાર્થીઓ પોતાની સાઈકલ મુકીને જાય છે, આવી 1000 સાઈકલને રિપેર કરીને નવા વિદ્યાર્થીઓને અપાશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

શહેરના સાઈકલિસ્ટો કોલેજ સાથે એમઓયુ પણ કરશે

cB exclusive

મેહુલ વાંઝવાલા . સુરત

સુરત બહારથી આવતા વિદ્યાર્થીઓ સાથે સાઈકલ લઈ જતા નથી

- સુનિલ જૈન, સાઈકલ મેયર

- મૃત્યુજંય શર્મા, વિદ્યાર્થી

હું વર્ષોથી એસવીએનઆઈટીમાં સાઈકલ ચલાવવા માટે જાઉ છું. જ્યારે 1 હજાર જેટલી જુની સાઈકલ પડી છે. એટલે મને વિચાર આવ્યો કે, વિદ્યાર્થીઓ આ જૂની સાઈકલને જ ફરી ‌વખત યુઝ કરે તેવું કંઈ કરવું છે. એટલા માટે મને વિચાર આવ્યો કે, સાઈકલ રિપેર કરીને ફરી વખત આપવી. અમે હાલ 30 સાઈકલ રિપેર કરાવીને વિદ્યાર્થીઓને આપી છે.


અમારા કોલેજના વિવિધ ડિપાર્ટમેન્ટ મળીને 1 હજારથી વધારે સાઈકલો ધૂળ ખાઈ રહી છે. જેનો કોઈ પણ પ્રકારનો ઉપયોગ કરવામાં આવતો નથી. જેથી અમે વિચાર કર્યો કે આ સાઈકલનો ફરીથી ઉપયોગ કરી શકાય છે, જેથી સાઈકલ મેયરને મળી કોલેજમાંથી પરમીશન મેળવી હમણાં 30 જેટલી સાયકલ રિપેરીંગ કરી રહ્યા છે. જેેથી વિદ્યાર્થીઓને પણ ફાયદો થશે.


નવી સાઈકલ લેવી નહી પડે હવે

વિદ્યાર્થીઓને ફાયદો થશે

S VNITકોલેજનું કેમ્પસ ખુબ જ મોટું છે, જ્યારે વિદ્યાર્થી એમાં કોલેજ લે છે ત્યારે અંદર એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે સાઈકલની ખરીદી કરે છે. જ્યારે કોલેજ પુરી થઈ જાય ત્યારે વિદ્યાર્થી સાઈકલ કોલેજમાં જ મુકીને જતા રહે છે. કારણ કે, જુની સાઈકલનું માર્કેટ ઓછું હોવાથી અથવા તો ખુબ જ મુશ્કેલીથી વેચાતી હોવાથી વિદ્યાર્થીઓ સાઈકલ ત્યાં જ મુકીને જતા રહે છે.


5 વિદ્યાર્થીઓના ગ્રુપને એક સાઈકલ આપવામાં આવી | હાલ 1000 સાઈકલમાંથી 30 સાઈકલ રિપેર કરવામાં આવી છે. જે કોલેજના અલગ અલગ ડિપાર્ટમેન્ટના વિદ્યાર્થીઓને આપવામાં આવી છે. જેથી હવે વિદ્યાર્થીઓને નવી સાઈકલ ખરીદવી ન પડે. પાંચ વિદ્યાર્થીઓના ગ્રુપ વચ્ચે એક સાઈકલ આપવામાં આવી છે. જે ગ્રુપને સાઈકલ આપવામાં આવી છે તે ગ્રુપને જ સાઈકલમાં પંચર પડે અથવા તો ખરાબ થાય તો રિપેર કરવાની જવાબદારી આપવામાં આવી છે. અભ્યાસ પુર્ણ થયા પછી સાઈકલ પરત કરવાની રહેશે.


આ ધૂળ ખાતી સાઈકલોને ફરી ‌વખત ઉપયોગમાં લઈ શકાય તે માટે શહેરની સાઈકલિસ્ટો દ્વારા એસવીએનઆઈટી સાથે એમઓયુ કરવામાં આવશે ત્યાર બાદ 100 જેટલી સાઈકલો લેવામાં આવશે. જેમાંથી 50 સાઈકલ વિદ્યાર્થીઓને આપવામાં આવશે અને બીજી 50 સાઈકલ સ્કૂલના વિદ્યાર્થી અને જરૂરિયાતમંદ લોકોને આપવામાં આવશે. જેથી શહેરમાં પોલ્યુશન ઓછું કરી શકાય અને જરૂરિયાતમંદ લોકોને સાઈકલ પણ આપી શકાય.

એસવીએનઆઈટીના અલગ અલગ હોસ્ટલના પાર્કિંગમાં 1000થી વધારે જૂની સાઈકલો પડી છે. કોલેજનું કેમ્પસ ખુબ જ મોટું છે. એટલે અંદર ફરવા માટે વિદ્યાર્થીઓ સાઈકલની ખરીદી કરે છે, પરંતુ સાઈકલને વેચવાનું ખૂબ જ અધરું હોવાથી વિદ્યાર્થીઓઓ ભણ્યા બાદ સાઈકલને કોલેજમાં જ મુકીને જતા રહે છે. હવે શહેરના સાઈકલિસ્ટો દ્વારા આ સાઈકલ રિપેર કરાવીને વિદ્યાર્થીઓને ફરી ‌વખત આપવામાં આવી રહી છે.

સાઈકલનું રી-સાઈકલ
અન્ય સમાચારો પણ છે...