• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Surat News After Four Months Of Rkt Thefts Activists Of Gang Stolen From A Duplicate Key In The Millennium Enabled 072035

RKT ચોરીના 4 માસ બાદ મિલેનિયમમાં ડુપ્લિકેટ ચાવીથી ચોરી કરતી ગેંગ સક્રિય

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રિંગરોડ ટેક્સટાઇલ માર્કેટ વિસ્તારની વધુ એક મોટી માર્કેટ ગણાતી મિલેનિયમમાં ડુપ્લીકેટ ચાવીથી ચોરી કરતી ગેંગ ગુરુવારે સીસીટીવીમાં કેદ થઈ છે. શુક્રવારે માર્કેટ મેનેજમેન્ટે સીસીટીવી તપાસતાં 5 ચોરો ડુપ્લીકેટ ચાવીની મદદથી મિલેનિયમ માર્કેટની દુકાન નં.2219નું તાળું ખોલી તેમના ઘુસતા કેદ થયા છે. આ સાથે માર્કેટ સિક્યુરીટીને જાણ થતાં સિક્યુરીટી ગાર્ડ પણ તેમની ચોરોને પકડવા ભાગ્યો હોવાની ઘટના સામે આવી છે. શુક્રવારે મિલેનિયમ માર્કેટ મેનેજમેન્ટ, ફોસ્ટા અને એસજીટીટીએના પદાધિકારીઓ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

મિલેનિયમ માર્કેટ મેનેજમેન્ટ પાસેથી મળતી માહિતી પ્રમાણે, ગુરુવારે રાત્રે 9ઃ30ની આસપાસ 5 જેટલા ચોર મિલેનિમય માર્કેટના બીજા માળની એક વિંગની દુકાન નં.2219 નંબરની દુકાનમાં ડુપ્લીકેટ ચાવીથી ઘુસીને ચોરીનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. સિક્યોરિટીને જાણ થતા ગાર્ડ ચોરોની પાછળ ભાગ્ય હતો. આ સમગ્ર ઘટના માર્કેટના નાઈટ વિઝન સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. જે શુક્રવારે દિવસ દરમિયાન વેપારીઓમાં ચર્ચાનો વિષય બન્યો હતો. સિક્યોરિટી હોવા છતાં ચોરીનો પ્રયત્નની ઘટનાથી વેપારીઓ ચિંતા જોવા મળી હતી. 4 માસ અગાઉ રાધાકૃષ્ણ માર્કેટ(આરકેટી)માંથી પણ આજ રીતે લાખોના ગ્રે કાપડની ચોરી થઈ હતી.

આ પાંચ આરોપીઓ સીસીટીવીમાં ઝડપાયા
માર્કેટ મેનેજમેન્ટે સીસીટીવી ચેક કરતા આ પાંચ આરોપીઓ કેમેરામાં કેદ થયાં

ઘટનાની જાણ થતા દુકાન બહાર લોકોનું ટોળું ભેગું થઇ ગયું હતું.

અઠવાડિયા પહેલાં જ દુકાન ભાડે લીધી છે
ચોરી કરવા આવેલા સીસીટીવી કેમેરામાં કેદ થયેલા 5 ચોરોએ પહેલા દુકાન નં.2218 ખોલી હતી. જોકે તે દુકાનમાંથી કશું ખાસ નહીં મળતાં દુકાન નં.2219 ખોલી હતી. ઉલ્લેખનીય છે કે, આ અઠવાડિયા અગાઉ જ અંકિત જૈનના નામના વેપારીએ દુકાન નં.2219-20 ભાડેથી લીધી હતી.તેમની દુકાનમાં આ 5 ચોર ઘુસી પાર્સલના પોટલા લઈને નીકળી રહ્યા હતા.

માલિકે આપેલું જ તાળું માર્યું હતું
મળતી માહિતી મુજબ જે જૈન વેપારીની માર્કેટમાં ચોરી થઈ છે. ભાડે રાખનાર જૈન વેપારીને બંને ચાવીઓ આપી દીધી હોવાની વાત પણ સામે આવી હતી.

કેટલી ચોરી થઇ છે, તેની તપાસ ચાલે છે
આંકડો સામે આવે એટલે અમે પોલીસ ફરિયાદ કરી છે. શુક્રવારે સાંજે એસજીટીટીએના અગ્રણીઓ સાથે અમે પોલીસ સ્ટેશન જઈ ચોરોને જલ્દી પકડવા રજૂઆત કરી છે. આ સાથે માર્કેટ મેનેજમેન્ટને સિક્યુરિટી પણ ચેન્જ કરી નાંખવા સૂચન કર્યું છે. મનોજ અગ્રવાલ, પ્રમુખ, ફોસ્ટા

દુકાનોનાં તાળાં બદલવા અપીલ
માર્કેટના સંચાલકો અને અગ્રણીઓએ બપોર બાદ માર્કેટમાં માઈકથી એનાઉસમેન્ટ કરીને પોતાના જુના તાળા બદલી નવા તાળા મારવામાં માટે સૂચન કર્યું છે.

અન્ય સમાચારો પણ છે...