તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

AD RMએ રેલવે કર્મચારીને ખખડાવ્યો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | सुरतપશ્ચિમ રેલવેના એડી આરએમએ ગુરુવારે સુરત અને ઉધના રેલવે સ્ટેશનનું ઇન્સ્પેક્શન કર્યું હતું. ઉધનામાં ઇન્સ્પેક્શન સમયે તેમણે આઇઓડબ્લ્યુના કર્મચારીઓનો ઉધડો લઈ લીધો હતો. એટલું જ નહીં, છેલ્લા ચારથી પાંચ વર્ષોથી જ રેલવે સ્ટેશન પર કામ કરતા કર્મચારીઓની બદલી કરવાનો આદેશ કર્યો છે. ઇન્સ્પેક્શન સમયે એડી આરએમએ એવો પણ રેલવે અધિકારીને આદેશ કર્યો છે કે, કોઇ પેસેન્જર કોઈ પણ પ્રકારની ફરિયાદ કરે તો તેને માત્ર 10 જ મિનિટમાં પહોંચાડી દેવી. તે સાથેસાથે પેસેન્જરોને પડતી તકલીફનો એક રિપોર્ટ બનાવીને સબમિટ કરવાનો આદેશ કર્યો છે. સુરત રેલવે સ્ટેશનના ઇન્સ્પેક્શન બાદ તેમણે ઉધના સ્ટેશનનું પણ ઇન્સ્પેક્શન કર્યું હતું. જ્યાં સામાનો પડેલા જોઈને તેમણે તરત જ આઇઓડબ્લ્યુના અધિકારીઓનો ઉધડો લઈ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...