તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જિંગા તળાવો ITના સ્કેનિંગ હેઠળ, રિટર્નની ચકાસણી કર્યા બાદ એક્શન

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જિંગા તળાવો પાસેથી ટેક્સ વસુલવા માટેની કવાયત તેજ કરતા આઇટી અધિકારીઓએ તેજ કરી છે. જે અંતર્ગત જે લોકોએ ટેક્સ રિટર્ન ફાઇલ કર્યું નથી તે તમામની સામે આવનારા સમયમાં પગલાં ભરવામાં આવી શકે છે. નોંધનીય છે કે સાત મહિના અગાઉ આઇટીએ જિંગા ઉછેર કરનારાઓની એક મિટિંગ પણ બોલાવી હતી અને તમામને યોગ્ય રીતે આવકવેરો ભરવાની સૂચના આપી હતી.

આવકવેરા વિભાગના ધ્યાને આવ્યુ હતુ કે અનેક જિંગા તળાવો દ્વારા ખાસ કરીને ઓલપાડ પટ્ટી પર આવેલાં તળાવો દ્વારા આઇટી રિટર્ન ભરવામાં આવતા નથી. ગેરકાયદે જિંગા તળાવોના માલિકો પણ રોકડ કે બેન્ક મારફત પેમેન્ટ મેળવતા હોવા છતાં રિટર્ન ભરવાથી દુર ભાગે છે. આથી આવા તમામ જિંગા તળાવોના માલિકોને સાત મહિના અગાઉ આઇટી કચેરીએ બોલાવવામાં આવ્યા હતા અને તમામને આ અંગેની સૂચના આપવામાં આવી હતી. અધિકારીઓએ કહ્યુ હતુ કે જિંગાની કમાણી પર પણ નિયત રેટ હેઠળ ટેક્સ લાગે છે. ધ્યાને આવ્યુ છે કે અનેક વેપારીઓ રિટર્ન ફાઇલ કરતા નથી. નોંધનીય છે કે અગાઉ અનેક કેસ સ્ક્રુટિની હેઠળ પણ સિલેક્ટ થયા હતા. જેમાં પણ એડિશન કરવામાં આવ્યુ હતુ. આઇટીની ચિમકી બાદ જે રિટર્ન ભરાયા છે તેમાં ઘાલમેલ હશે તો આવા કેસ પણ આગામી નાણાકીય વર્ષ દરમિયાન સ્ક્રુટિનીમાં સિલેક્ટ થનાર છે.

એગ્રિકલ્ચર હેઠળ કોઇ રાહત નથી
 ઝીંગા ઉછેર ફિસિંગ કે પોલ્ટ્રીને કોઈ ટેક્સ રાહત નથી. તે એગ્રિકલ્ચરની વ્યાખ્યા હેઠળ આવતા નથી. આથી તમામે નિયત દરે આવકવેરો ભરવો પડે છે. અગાઉ પણ ઍગ્રિકલ્ચર હેઠળ છુટ મળતી હોવાની વાત ઉડી હતી જે ખોટી છે. ’ પ્રજ્ઞેશ જગાશેઠ, સી.એ.

અન્ય સમાચારો પણ છે...