દિવ્યાંગ યુવકને ઉધના પોલીસે ઢોરમાર માર્યો હોવાનો આક્ષેપ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઉધના મહાદેવ નગર ખાતે રહેતા પિન્ટુ યોગેન્દ્રરામ કહાર(27) દિવ્યાંગ છે અને રીંગરોડની સાઈરામ માર્કેટમાં નોકરી કરે છે. શુક્રવારે રાત્રે પિન્ટુ નેનો કાર લઈ રોડ નં.0 પર નાસ્તો કરવા ગયો હતો. રોડ નં.0 પાસે ઉધના પોલીસની પીસીઆર વાનમાં હાજર પોલીસ કર્મચારીઓએ તેની પાસે આરસી બુક અને લાઈસન્સ માંગ્યા હતા. જે ન હોવાથી તેને ઉધના પોલીસ સ્ટેશન લઈ જવાયો હતો. પિન્ટુએ આક્ષેપ કર્યો હતો કે ઉધના પોલીસમાં તેને પોલીસ કર્મચારીઓએ કરન્ટ આપ્યો હતો અને પટ્ટાથી માર માર્યા બાદ મેમો આપી છોડી દીધો હતો. પિન્ટુ શનિવારે સિવિલ પહોંચ્યો હતો. જ્યાં તેણે પોલીસ સામે ગંભીર આક્ષેપો કર્યા હતા. પિન્ટુના આક્ષેપોની જાણ ઉચ્ચ અધિકારીઓને થતા આ મામલે તપાસના આદેશ કરવામાં આવ્યા છે.

કસૂરવાર સામે પગલાં ભરાશે
 ઉપરી અધિકારીએ તપાસ કરવા સુચના આપી છે. જો કોઈ કસુરવાર જણાશે તો તેની સામે પગલા ભરવામાં આવશે. એમ.વી.પટેલ, પીઆઇ, ઉધના

અન્ય સમાચારો પણ છે...