તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

RTE મુજબ પ્રવેશ આપનાર શાળાને વિદ્યાર્થીદીઠ 15 હજાર સરકાર આપશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | સરકાર દ્વારા રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ હેઠળ તમામ શાળાઓમાં 25 ટકા વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાની જોગવાઇ કરાઇ છે. આરટીઆઇ હેઠળ પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓ પેટે સરકાર દ્વારા 10,000 જેટલી ફી પેટેની રકમ શાળાને ચૂકવવામાં આવે છે. જો કે સરકાર દ્વારા ચૂકવવામાં આવતી રકમ ઓછી હોવાની ફરિયાદ સાથે ખાનગી શાળાના સંચાલક મંડળે ગુજરાત હાઇર્કોટમાં પિટિશન દાખલ કરી વિદ્યાર્થીદીઠ રૂપિયા 15000 પેટે સરકાર તરફથી માગણી કરી હતી. પિટિશનની સુનાવણીના અંતે હાઇકોર્ટે ખાનગી શાળાઓને હિતમાં વધારો કરી આપવા માટે ગુજરાત સરકારને આદેશ આપ્યો છે.

અન્ય સમાચારો પણ છે...