તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માનસિક બીમારીથી કંટાળી મહિલાએ 8મા માળેથી પડતું મૂક્યું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માનસિક બીમારીથી કંટાળી મહિલાએ 8મા માળેથી પડતું મૂક્યું
સુરત | ભોલીમાં માનસિક બીમારીથી કંટાળી મહિલાએ આઠમા માળેથી પડતું મુકી જીવન ટુંકાવી લીધું હતું.

ડભોલી ગામ સુમન સર્જન એપાર્ટમેન્ટ ખાતે રહેતા મમતાબેન કલ્પેશભાઇ ગઠીયા(36) છેલ્લા સાત વર્ષથી માનસિક બીમારીથી પીડાતા હતા. અલગ અલગ હોસ્પિટલમાં સારવાર બાદ પણ કોઈ ફેર ન પડતા તેઓ હતાશ થઈ ગયા હતા. છેલ્લા દસેક દિવસથી તેઓ પિયરમાં હતા. દરમિયાન મંગળવારે બપોરે તેમણે આઠમા માળેથી પડતું મુકી જીવન ટુંકાવી લીધું હતું. બનાવ અંગે ચોક બજાર પોલીસે અકસ્માત મોતની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...