તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઉમિયાધામમાં 40 કિલો ચાંદીમાં મઢ્યો દ્વાર, ગર્ભગૃહ સહિત કુલ નવ દ્વારો પણ ચમકશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વરાછા ઉમિયા માતાજી મંદીર ગર્ભગૃહના મુખ્ય દરવાજા ચાંદીથી મઢાઇને તૈયાર થઇ જતા માતાજીનુ સિંહાસન અને દરવાજાનુ અનાવરણ કરાયું હતું. બાકીના અન્ય દરવાજોઓનું કાર્ય હાલ ચાલી રહ્યું છે. ઉમિયાધામ મંદિરના પ્રાંગણમાં મહીલા મંડળ દ્વારા નવરાત્રીની અંતિમ તૈયારીમાં એકત્ર થઇ માતાજીની સ્તુતિ-પ્રાર્થના કરાઈ હતી.

ગરબામાં બ્રેક પડે ત્યારે પોલીસ નાટકથી ટ્રાફિક જાગૃતિ ફેલાવશે
પોલીસની નવરાત્રિ: ખેલૈયાઓને ઓન

ધી સ્પોટ ગાડીનો વીમો ઉતરાવી આપશે
ગરબામાં આયોજનોમાં વાહનોના વીમા માટે 30 સ્ટોલ ખોલશે
રિતેષ પટેલ | સુરત

આજથી મા અંબાના નવલા નોરતાનો પ્રારંભ થાય છે ત્યારે ટ્રાફિક પોલીસ નવરાત્રીના નોરતામાં ટ્રાફિકના અવેરનેસને માટે સ્પેશિયલ ડ્રાઇવ રાખશે. જેમાં ખાસ કરીને જે વાહનચાલકોની પાસે વ્હીકલનો ઈન્શ્યોરન્સ ન હોય તેવા ચાલકો પાસેથી ટ્રાફિક પોલીસ દંડ વસુલવાને બદલે સ્થળ પર ગાડીનો ઈન્શ્યોરન્સ કરાવી આપશે. આ માટે ટ્રાફિક પોલીસે 4 ઈન્શ્યોરન્સ કંપનીઓ સાથે વાતો ચાલી રહી છે, માતાજીના નોરતામાં દિવસ દરમિયાન ટ્રાફિક પોલીસ ઈન્શ્યોરન્સ કંપનીના કર્મચારીઓ સાથે શહેરના મહત્વના પોઇન્ટો ઊભા રહેશે. વધુમાં શહેરમાં ગરબાના નાના-મોટો 205 આયોજનો છે. ગરબા આયોજનોમાં વાહનોના વીમા માટે 30 જેટલા સ્ટોલો ખોલવાનો પણ પોલીસનો ટાર્ગેટ છે. આ માટે ઈન્શ્યોરન્સ કંપનીઓ સાથે પણ પોલીસની વાત ચાલી રહી છે. જેથી ગરબામાં આવતા વાહનચાલકો પણ ગાડીનો વીમો ઉતારવા માંગતા હોય તો સ્થળ ઉતારવી શકશે.

બ્રેકના સમયે ટ્રાફિક અવરનેસ માટે સ્પીચ આપશે
લોકોમાં ટ્રાફિક અવેરનેસ આવે તે માટે નાટકો ભજવવા માટે ટ્રાફિક પોલીસે સામાજિક સંસ્થા લાઇફ લાઇન ચેરિટેબલ ટ્રસ્ટ સાથે શેરી નાટકનું આયોજન કર્યુ છે. જેમાં કતારગામ, વરાછા, ચોક, અમરોલી, સરથાણા, પૂણા, કાપોદ્રા પોલીસ સ્ટેશનોના વિસ્તારોમાં નવરાત્રીના નોરતામાં શેરીઓ અને સોસાયટીમાં જઈને આ કાર્યકમ કરશે. આ માટે સામાજિક સંસ્થાએ ટીમો નાટક ભજવવા માટે તૈયાર કરી દીધી છે. એટલું જ નહીં શહેરમાં ગરબાના નાના-મોટા આયોજનોમાં પણ બ્રેકના સમયે ટ્રાફિક અવરનેસ માટેના નાટકો ભજવશે અને જ્યાં ટ્રાફિક અવરનેસના નાટકોનું આયોજન ન હોય ત્યાં ટ્રાફિકના જાણકારો બ્રેકના સમયે ટ્રાફિક અવરનેસ માટે સ્પીચ આપશે.

સ્ટાફની વ્યવસ્થા હશે તે પ્રમાણે પોઇન્ટ બનાવીશું
 ગાડીનો વીમો ન હોય તો પોલીસ દંડ વસુલવાને બદલે સ્થળ પર ગાડીનો વીમો ઉતારી આપશે. આ માટે ચાર જેટલી ઈન્શ્યોરન્સ કંપની સાથે અમારી વાતચીત ચાલી રહી છે. સોમવાર સુધીમાં નક્કી થઈ જશે. વીમા કંપની પાસે જે રીતે સ્ટાફની વ્યવસ્થા હશે તે પ્રમાણે પોઇન્ટો નક્કી કરાશે. સુધીર દેસાઈ, ડીસીપી, ટ્રાફિક પોલીસ

અન્ય સમાચારો પણ છે...