તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઉધના સ્ટેશનના નવા બનેલા PRSમાં પિલર સામે ટિકિટબારી બનાવાતાં અવ્યવસ્થા સર્જાશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ટ્રાન્સપોર્ટેશન રિપોર્ટર|સુરત

ઉધના રેલવે સ્ટેશનનું કામ એટલું જોરશોરથી ચાલી રહ્યું છે કે સિવિલ ઇજનેરોએ નવા પીઆરએસ બિલ્ડિંગમાં પિલરની સામે જ બારી મૂકી દીધી છે. જેને કારણે પેસેન્જરોને ભવિષ્યમાં ભારે તકલીફ પડવાની સંભાવના વ્યક્ત કરાઈ છે. સાથેસાથે બુકિંગ ક્લાર્કની ઓફિસમાં બીજો પિલર આવી જતાં તેમને પણ બેસવામાં ભારે તકલીફ પડશે. જેથી એડીઆરએમે આ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુધારવા માટેનો આદેશ કર્યો છે.

ઉધના રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર એક પર ચાર માળનું નવું બિલ્ડિંગ બનાવાયું છે. આ બિલ્ડિંગના પહેલા જ માળે પીઆરએસ સેન્ટર બનાવાઈ રહ્યું છે. જેનું મોટા ભાગનું કામ પૂર્ણ થઈ ગયું છે. પરંતુ પીઆરએસ સેન્ટરમાં સિવિલ ઇજનેરોએ ઘણી ભૂલ કરી નાખી છે. તે બાબત થોડા દિવસ પહેલાં જ ઉધના રેલવે સ્ટેશનના ઇન્સ્પેક્શન પર આવેલા એડીઆરએમે નોંધ્યું હતું કે, પીઆરએસ સેન્ટર પર પાંચ વિન્ડો બનાવાઈ છે. જોકે, બીજા નંબરની વિન્ડોની સામે જ એક મોટો પિલર આવી રહ્યો છે. તેવી જ રીતે બીજો પિલર બુકિંગ ક્લાર્કની ઓફિસમાં આવ્યો છે. સાથેસાથે તેમણે એવું પણ નોંધ્યું હતું કે, ઓફિસની સામે પીઆરએસ કાઉન્ટર પર પેસેન્જરોની ટિકિટ માટે લાંબી લાઇન લાગશે. તેવામાં પેસેન્જર અને રેલવે અધિકારી બન્ને જ તકલીફ ભોગવવાનો વારો આવશે. જેથી તેમણે આ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુધારવા માટેનો આદેશ કર્યો છે. રેલવેના સિવિલ ઇજનેરો કહે છે કે, ઓફિસનો દરવાજો બહારની બાજુ કરી દેવાશે. જેથી પેસેન્જરોને તકલીફ નહીં પડે.

અન્ય સમાચારો પણ છે...