તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જ્વેલરીમાં વપરાતા એ ગ્રેડના હીરાનું પેમેન્ટ 120 દિવસની મુદ્દત બાદ પણ થતું નથી

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
એક તરફ સ્થાનિક હીરાઉદ્યોગનું એક્સપોર્ટ ઘટી રહ્યું છે બીજી તરફ ચાઇનીઝ મૂડીનું ધોવાણ થતાં 120 દિવસની મુદ્દત પૂરી થઈ જવા છતાં હીરા ઉદ્યોગકારોનું ચાઇનાથી આવતું પેમેન્ટ અટકી પડ્યું છે.

થોડા દિવસો અગાઉ કેન્દ્રીય કોમર્સ મંત્રાલયના ડેપ્યુટી સેક્રેટરી અને એડવાઇઝર સુરત હીરા ઉદ્યોગકારોનું એક્સપોર્ટ કેમ ઘટી ગયું તેનું કારણ જાણવા આવ્યા હતા. ત્યારે તેમાં મુખ્ય કારણ નીરવ મોદી કૌભાંડને 1 વર્ષ વીતી જવા છતાં હીરા ઉદ્યોગકારોને પૂરતા પ્રમાણમાં ધિરાણ મળતું નથી. જેમ એન્ડ જ્વેલરીને બ્લેક લિસ્ટ કરાયું હોવાના કારણે તેમની જૂની ક્રેડિટ પર પણ 20થી 25 ટકાનો બેંકે કાપ મૂક્યો હોવાનું ઉદ્યોગ-અગ્રણીઓએ જણાવ્યું હતું. હજુ તો બેંકની સમસ્યા ચાલી રહી છે ત્યાં ચાઈનીઝ મૂડી ડોલરના ફેરફારના કારણે નીચે જતાં સ્થાનિક હીરા ઉદ્યોગકારોનું પેમેન્ટ ફસાયું છે.

સુરત ડાયમંડ એસો.ના પ્રમુખ બાબુ ગુજરાતીએ કહ્યું કે, ચાઇનીઝ કરન્સીને પણ ડોલરની ઈફેક્ટ થઈ છે. ડોલર મજબૂત થતાં આપણા રૂપિયાની સાથે ચાઇનીઝ કરન્સીને પણ મોટી અસર થઈ છે. છેલ્લા કેટલાક મહિનાઓથી ચાઇના ગયેલું કન્સાઇન્મેન્ટ પૈકીનું પેમેન્ટ મોડું થઈ રહ્યું છે. સુરતમાં તૈયાર થતાં હીરા પૈકી 30 ટકા હીરા જે એ ગ્રેડના હોય તે ચાઇના જાય છે. ત્યાં તેના ઘરેણાં બનીને અન્ય દેશોમાં એક્સપોર્ટ થાય છે. 120 દિવસની પેમેન્ટની સાઇકલ હોય છે તે વીતી જવા છતાં હીરા ઉદ્યોગકારોનું પેમેન્ટ તેમને મળવામાં મુશ્કેલ થઈ રહી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો