તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પ્રેમભારતી સાંકેત વિદ્યાલયમાં આગ લાગી, બાળકોનો બચાવ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરના છેવાડે દાંડી રોડ પર આવેલી પ્રેમભારતી સાંકેત હિન્દી વિદ્યાલયના સ્ટાફ રૂમમાં શુક્રવારે સવારે આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી. જોકે આગ લાગી એ સમયે વિદ્યાર્થીઓ સ્કૂલની બહાર હતા જેથી દુર્ઘટના ટળી ગઈ હતી.ફાયરબ્રિગેડ પાસેથી મળતી માહિતી મુજબ શુક્રવારે સવારે 9 વાગ્યાના અરસામાં ફાયર બ્રિગેડને આગ લાગ્યાનો કોલ મળ્યો હતો.તાત્કાલિક મોરાભાગળ અને પાલનપોર ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.સ્કૂલના સ્ટાફ રૂમમાં લાગેલી આગને ગણતરીની મિનિટોમાં બુઝાવી દેવાઈ હતી.સ્ટાફ રૂમમાંથી આગ અન્ય રૂમમાં ફેલાઈ ન હોવાથી કોઈ મોટું નુકશાન કે સદ્નસીબે કોઈ જાન હાનિ પણ નોંધાઈ ન હતી.જર્જરિત સ્કૂલમાં બાળકોના જીવના જોખમે શિક્ષણ કાર્ય કરાતું હતું અને આગની ઘટનાને પહોંચી વળવા માટે ફાયર સેફટીના સાધનો પણ ન હોવાને લીધે સ્કૂલને સીલ મારી દેવાઇ હતી. પ્રારંભિક તબક્કે આગ શોર્ટસર્કીટને લીધે લાગી હોવાનું જાણવા મળ્યું હતું.

સ્કૂલમાં આગ લાગતા ફાયર બ્રિગેડે દોડી આવી આગ પર કાબૂ મેળવ્યો હતો.

સ્કૂલની ઇમારત ખખડધજ હાલતમાં
શહેરના છેવાડે દાંડી રોડ પર વર્ષોથી ચાલતી પ્રેમ ભારતી સાંકેત વિદ્યાલયની ઇમારત કન્ડમ હાલતમાં હોવા છતાં ય સ્કૂલમાં શૈક્ષણિક કામ ચાલતું હતું.સ્કૂલમાં ફાયર સેફટીનો અભાવ હોવાનું પણ તંત્રના ધ્યાને આવ્યું ન હતું.ફાયર ઓફિસર શ્રુષ્ટિ ધોબીએ જણાવ્યું હતું કે વર્ષો જૂની આ સ્કૂલની હાલત જર્જરિત થઇ ચુકી છે.બે -બે કલાસ રૂમની કુલ ત્રણ સ્કૂલો ચલાવાતી હતી.એક ઇમારતમાં 2 સ્કૂલ અને સામે એક અન્ય ઇમારતમાં પણ સ્કૂલ ચલાવવામાં આવતી હતી.

મનપાને પ્રેમભારતી સ્કૂલ દેખાઈ જ નહિ
તક્ષશિલા કોમ્પ્લેક્ષમાં સર્જાયેલા અગ્નિકાંડ બાદ શહેર આંખમાં સ્કૂલો અને ટ્યુશન ક્લાસોને ફાયર સેફટી અને અન્ય ગેરકાયદેસર બાંધકામ મામલે સાણસામાં લઇ રહેલી સુરત મનપાને દાંડી રોડ પર વર્ષોથી હાલતી પ્રેમભારતી સાંકેત વિદ્યાલય નજરે જ પડી નથી.બિલ્ડીંગ તદ્દન જર્જરિત હોવા છતાંય મનપાએ સ્કૂલને કોઈ નોટિસ પાઠવી નથી કે કોઈ સૂચના પણ આપી નહોતી।

અન્ય સમાચારો પણ છે...