તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિના એફિડેવિટ ફી વસૂલતા બે સ્કૂલને 55 હજારનો દંડ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એફિડેવિટ કર્યા વિના જ વાલીઓ પાસેથી મસમોટી ફી લેનારી બે સ્કૂલને એફઆરસીએ કુલ રૂ. 55 હજારનો દંડ કર્યો છે. એફઆરસીએ જણાવ્યું હતું કે, ડિંડોલી હસ્તીનગર સોસાયટીની રોડ બર્ડ ગુજરાતી, હિન્દી, મરાઠી અને ઇંગ્લિશ મીડિયમની સ્કૂલે શૈક્ષણિક વર્ષ 2018-19માં એફિડેવિટ કરી જ નથી અને વાલીઓ પાસેથી મસમોટી ફી લીધી છે. તે જ રીતે પરવટ ગામની તિરૂમાલા ગુજરાતી મીડિયમ સ્કૂલે શૈક્ષણિક વર્ષ 2017-18, 2018-19 અને 2019-20માં એફિડેવિટ નહીં કરી વાલીઓ પાસેથી મસમોટી ફી લઈ લીધી હતી. જેની એફઆરસીને જાણ થતાં રોઝ બર્ડ સ્કૂલને 45 હજાર અને તિરૂમાલા વિદ્યાભવનને 15 હજારનો દંડ ફટકાર્યો છે. હજી ઘણી એવી સ્કૂલ છે કે જેણે એફિડેવિટ કર્યા વિના જ વાલીઓ પાસેથી મસમોટી ફી લઈ લીધી હતી.

અન્ય સમાચારો પણ છે...