તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • Surat News A Discussion Between Two Chambers Of The Chambers A Fight Between The Management Committee Will Be Held 035127

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચેમ્બરના બે ગ્રુપો વચ્ચે લડાઈ, મેનેજિંગ કમિટીની ચૂંટણી થાય તેવી ચર્ચા

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સની મેનેજિંગ કમિટીના ફારેગ થતાં સભ્યોની ચેમ્બરના બે ગ્રુપો વચ્ચે ચાલી રહેલી અહંમની લડાઈમાં પ્રથમવાર મેનેજીંગ કમિટીમાં ચૂંટણી થાય તેવી ચર્ચા શરૂ થઇ છે. સોમવારે મેનેજિંગ કમિટીની 64 બેઠક સામે 146 ફોર્મ ભરાયા છે.

હાલના પ્રમુખના કાર્યકાળ દરમ્યાન માજી પ્રમુખ બી.એસ.અગ્રવાલ સહિતના હોદેદારો તરફ મેનેજીંગ કમિટીમાં સ્થાન આપવા અન્યાય કરવામાં આવ્યો હોઇ જેને લઇને આ વખતે મેનેજીંગ કમિટીની લડી લેવાની તૈયારી બતાવાઇ છે. મેનેજીંગ કમિટીની પેટ્રન, ચીફ પેટ્રન અને લાઈફ મેમ્બર કેટેગરીમાં પોતાના સભ્યોને ગોઠવી દેવા બંન્ને પક્ષ દ્વારા ફોર્મ ભરાવાય છે. સોમવારે છેલ્લાં દિવસે પેટ્રનની 6 સીટ સામે 9, ચીફ પેટ્રનની 12 સીટ સામે 22 અને લાઈફ મેમ્બરની 46 સીટ સામે 115 ઉમેદવારો તરફથી ફોર્મ ભરવામાં આવ્યા છે. લાઈફ કેટેગરીમાં 42 જુના સભ્યો સહિત 73 નવા ઉમેદવારોએ ફોર્મ ભર્યું છે. 7મી માર્ચના તમામ ફોર્મની ચકાસણી ચૂંટણી કમિટી દ્વારા કરવામાં આવશે અને 9મી માર્ચ સુધીમાં ઉમેદવારો પોતાનું ફોર્મ પરત ખેંચી શકશે. જો ફોર્મ નહી પરત ખેંચાય તો 24 માર્ચે પ્રથમવાર મેનેજીંગ કમિટીની ચૂંટણી ચેમ્બરમાં યોજાશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો