તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફોનમાં PDF ડાઉનલોડ કરી ચોરી કરતો ધો.10નો વિદ્યાર્થી પકડાયો

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

ગુજરાત શિક્ષણ બોર્ડની ધોરણ-10ની ગણિતની પરીક્ષામાં એક વિદ્યાર્થી મુન્નાભાઈ એમબીબીએસની જેમ ચોરી કરતો પકડાયો છે. પીપલોદ રોડની શ્રી કે.પી. સંધવી વિદ્યાલયમાં શિક્ષણ બોર્ડની ધોરણ-10ની પરીક્ષા ચાલી રહી હતી. તેવામાં જ એક વિદ્યાર્થીએ મોબાઇલ કાઢીને ઇન્ટરનેટ શરૂ કરીને ઓનલાઇન ગણિતની પાઠ્યપુસ્તકની પીડીએફ ડાઉનલોડ કરીને જવાબ લખી રહ્યો હતો. તેવામાં સ્થળ સંચાલકે નિરીક્ષણ દરમિયાન વિદ્યાર્થીને પકડી પાડી કાર્યવાહી હાથ ધરી હતી.

DEO - પોલીસે એક બીજાને કાયદા દેખાડ્યા

શિક્ષણ બોર્ડની પરીક્ષાની ગેરરીતિના નિયમ મુજબ પરીક્ષા પરિસરમાં મોબાઇલ સહિતના ઉપકરણ રાખવાના કિસ્સાને ગેરરીતિ ગણાશે તેમજ પોલીસ ફરિયાદ નોંધાશે. જેથી DEOએ અધિકારીને પોલીસ મથકે જઈ વિદ્યાર્થી સામે ફરિયાદ નોંધવાનું કહ્યું હતું. જો કે, વિદ્યાર્થી સગીર હોવાથી ઇન્સ્પેક્ટરે ફરિયાદ નોંધવાની ના પાડી હતી. જેથી બન્ને એક બીજાને કાયદાના ચોપડા દેખાડવા લાગ્યા હતા. અંતે તેમણે કલેક્ટરના આદેશ મુજબ કાર્યવાહી કરવાનું નક્કી કર્યું હતું. જે વાત સૂત્રથી જણાય આવી છે.

શિક્ષણ બોર્ડની ગેરરીતિના નિયમ મુજબ કાર્યવાહી કરવી

કલેક્ટર ડો. ઘવલ પટેલ સાથે વાત થતાં તેમણે જણાવ્યું હતું કે, જિલ્લા શિક્ષણાધિકારી અને પોલીસે બન્ને શિક્ષણ બોર્ડની ગેરરીતિના નિયમ મુજબ કાર્યવાહી કરવાની રહેશે.

સગીર હોવાનું કહી પોલીસે DEOની ફરિયાદ ન લીધી

દિવ્યાંગ વિદ્યાર્થી ચડ્ડીમાંથી કાપલી કાઢતા પકડાયો

ઉધનાની સુમન શાળામાં ધો.10ની પરીક્ષામાં એક દિવ્યાંગ ચડ્ડીમાંથી કાપલી કાઢતા પકડાતા કોપી કેસ થયો. ધો.12ની પરીક્ષામાં એક વિદ્યાર્થી ચોરી કરતાં પકડાયો હતો.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો