તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હતાશ પતિએ બીજા દિવસે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
થાઈરોઈડની બીમારીથી કંટાળીને પત્નીએ ઝેરી દવા પી લેતા બીજા જ દિવસે હતાશ પતિએ પણ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. સારવાર માટે હોસ્પિટલમાં દાખલ દંપતી પૈકી પત્નીનું શુક્રવારે રાત્રે મોત થયું હતું. જ્યારે પતિ હજી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. બનાવ અંગે રાંદેર પોલીસે અકસ્માત મોતની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

રાંદેર રામનગર મહાવીર ફ્લેટસ ખાતે રહેતા બાબુભાઈ સોલંકી પ્રાઈવેટ દવાખાનામાં કંપાઉંડર તરીકે નોકરી કરે છે. તેમની પત્ની દિપિકાબેન(37) છેલ્લા લાંબા સમયથી થાઈરોઈડની બીમારીથી પીડાતા હતા. ગઈ તા.1લી ડિસેમ્બરના રોજ શ્વાસની તકલીફ સાથે તેમને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં ઊલટીઓ થતા સેમ્પલમાં ઝેરી દવા પીધી હોવાનું સામે આવ્યું હતું. પત્નીએ આપઘાતનો પ્રયાસ કર્યો હોવાની જાણ થતા બીજા જ દિવસે બાબુભાઈએ પણ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેથી તેમને પણ સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જ્યાં સારવાર દરમિયાન શુક્રવારની રાત્રે દિપિકાબેનનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. જ્યારે બાબુભાઈની પણ હાલત હાલ નાજુક હોવાનું જાણવા મળ્યું છે. બનાવની જાણ થતા રાંદેર પોલીસ હોસ્પિટલ દોડી ગઈ હતી અને તપાસ શરૂ કરી હતી. જેમાં પ્રાથમિક તપાસમાં દિપિકાબેને થાઈરોઈડની બીમારીથી કંટાળીને આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું હતું. બનાવ અંગે પોલીસે અકસ્માત મોતની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...