તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

\"પતંગિયું\' થીમ પર સંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | પુણાગામ ખાતે આવેલ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત સંચાલિત શાળા ક્રમાંક-301 પુરુષોત્તમ પ્રાથમિક શાળા દ્વારા \\\"પતંગિયું\\\' થીમ સાથે વાલી સંમેલન તથા વાર્ષિક સંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સ્થાનિક કોર્પોરેટર ડો.ચારુલ કસવાલા પણ હાજર રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમમાં શાળાના બાળકો દ્વારા રાસ ગરબા, સ્વચ્છતા, પર્યાવરણ, શિક્ષણ અને ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતી 18 કૃતિઓ રજૂ કરી કરી હતી. કાર્યક્રમમાં બાળકોને પ્રોત્સાહિત કરવા સ્થાનિક કોર્પોરેટર ડો. ચારુલ કસવાલા, દિનેશ સાવલિયા, શિક્ષણ સમિતિના સભ્ય સુરેશ સુહાગીયા શાળાના આચાર્ય છાયાબેન પાવાગઢી અને અન્ય શિક્ષકો હાજર રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓઅે હાજર મહેમાનોનું મનોરંજન કર્યું હતું. આ કાર્યક્રમમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમે રહેનાર વિદ્યાર્થીઓને ઈનામ આપીને સન્માનિત પણ કરવામાં આવ્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...