તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લગ્નના એક દિવસ પહેલાં પ્રેમિકાએ UPમાં ને પ્રેમીએ રાંદેરમાં ફાંસો ખાધો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
17 એપ્રિલે પ્રેમિકાના બીજે લગ્ન હોવાથી પ્રેમીપંખીડાંએ આપઘાત કર્યો

સુરત | રાંદેર ઉગત શિવ-ગંગા નગર ઝૂંપડપટ્ટી ખાતે રહેતો વિજય ઉર્ફે મોન્ટુ રાજકરણ શાહની(22) અઢી મહિના પહેલા જ વતનથી સુરત આવ્યો હતો. તે મોટાભાઈ સાથે રહેતો હતો. વતનમાં એક યુવતી સાથે પ્રેમસંબંધ હતો જોકે યુવતીના પરિવારને બન્નેનો પ્રેમસંબંધ મંજૂર ન હોવાથી યુવતીના અન્ય સાથે લગ્ન નક્કી થઈ ગયા હતા. બુધવારના રોજ યુવતીના લગ્ન થવાના હતા. ત્યારે લગ્નના એક દિવસ પહેલા મંગળવારે વતનમાં યુવતીએ ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ વાતની જાણ વિજયને ફોન પર થતા તે તબિયત ખરાબ હોવાનું જણાવી કામ પરથી ઘરે આવી ગયો હતો. ત્યાર બાદ પ્રેમીકાનો વિરહ જીરવી ન શકતા તેણે પણ સુરત ખાતે પોતાની રૂમમાં ફાંસો ખાઈ જીવન ટુંકાવી લીધું હતું.

અન્ય સમાચારો પણ છે...