તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પતંગથી ઘાયલ પક્ષીઓ અને માનવીઓ માટે કરુણા અભિયાન

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
સુરત ઃ પતંગ ચગાવવાના કારણે ઘાયલ પક્ષીઓ અને પ્રાણીઓને બચાવવા માટે ઉત્તરાયણ પર્વ દરમ્યાન રાજ્યમાં દર વર્ષે કરુણા અભિયાનનું આયોજન કરવામાં આવે છે. દર વર્ષે હજારો પક્ષી પતંગના દોરાના કારણે જીવ ગુમાવે છે.

1962 નંબર ડાયલ કરવાથી આ અભિયાન હેઠળ ઈજાગ્રસ્ત પ્રાણી પક્ષીઓને એમ્બ્યુલન્સની સારવાર મળી શકશે. હાલમાં આ પ્રોજેક્ટ હેઠળ રાજ્યમાં 37 એમ્બ્યુલ્સનો કાફલો છે જેમાં તહેવારની સીઝનમાં વધુ પ્રાણીઓ અને પક્ષીઓનો જીવ બચાવવા વધારાના 69 વાહનો તૈનાત કરાયા છે. સોથી વધુ વાહનો સાથે 41 એનજીઓની ટીમ પણ આમે જોડાઈ રહી છે. સુરતમાં સામાન્ય દિવસોમાં રોજના 72 કોલ આવતા હોય છે. તેની સામે 14 જાન્યુ.એ 105 અને 15મીના રોજ 100 જેટલા કોલ એટલે કે 39 ટકાથી 46 ટકા સુધીનો વધારો થાય તેવી શક્યતા વ્યકત કરાઈ રહી છે. પહેલાં 3 એમ્બ્યુલન્સ હતી જેમાં વધારો કરી સુરત 4 એમ્બ્યુલન્સ ફાળવી છે.

નર્સિંગ એસોસિએશન હેલ્પલાઈન શરૂ કરશે
સિવિલમાં નર્સિંગ એસોસિએશન દ્વારા દર વર્ષે પતંગની દોરીથી ઈજા પામતા પશુ પક્ષી અને માનવો માટે હેલ્પલાઈન શરૂ કરે છે. આ વર્ષે નર્સિંગ એસો.અને સહસ્ત્રફણા પાર્શ્વનાથ ચેરીટેબલ ટ્રસ્ટના સયુક્ત ઉપક્રમે હેલ્પલાઈન શરૂ કરાશે. સોમવારે તા.13 જાન્યુ.ના રોજ 11 કલાકે નવસારી સાંસદ સી.આર.પાટીલના હસ્તે આ હેલ્પલાઈનનો પ્રારંભ કરાશે. ઘણા કિસ્સામાં તબીબી સેવાઓના અભાવે પતંગની દોરીથી ગંભીર ઈજાઓ થવાના કિસ્સાઓમાં ઈજા થયેલ ભાગમાંથી વધુ પડતા રક્તસ્ત્રાવ થવાને કારણે મૃત્યું થવા સુધીના કિસ્સાઓ બનતા હોય છે. તેથી શક્ય તેટલી ઝડપી સ્થળ પર જ તાત્કાલિક સારવાર આપવાના હેતુથી આ હેલ્પલાઈન શરૂ કરવામાં આવે છે. 13 જાન્યુઆરી થી 15 જાન્યુઆરી સુધી આ હેલ્પલાઈન સેવાનો લાભ મળશે.

હેલ્પલાઈનના નંબર ઃ 9909927924, 9979087053, 9825596892,

9825504766, 9825525637

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો