તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વેસુમાં 4 ટનની પાર્શ્વનાથની પ્રતિમાની સ્થાપના કરાશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત ઃ શહેરના વેસુ જૈન સંઘમાં આ. સાગરચંદ્રસાગરસૂરિ મહારાજની નિશ્રામાં ચાર ટન વજનની ભગવાન શ્રી અભયપાર્શ્વનાથની પ્રતિમાની સ્થાપના કરાશે. આ નિમિત્તે ભગવાનની પંચધાતુની પ્રતિમાનું મોડલ તૈયાર કરાયું છે. જેની આજે સવારે 7 કલાકે ઉદઘાટન કરાશે. આ પ્રસંગે શક્રસ્તવ સ્તુતિ સાથે ભગવાનને અભિષેક કરાશે. આ સાથે આચાર્ય સાગરચંદ્રસાગરસૂરિ મહારાજનો જન્મદિન પણ આજે બુધવારના રોજ છે. જેથી જીવદયા, અનુકંપા અને સાધર્મિક ભક્તિના કાર્યક્રમો યોજાશે. શક્રસ્તવ સ્તુતિના અભિષેક સમયે ઇન્દ્રજાળને અભિમંત્રિત કરી શ્રાવકોને અપાશે. આ ઉપરાંત ઉપધાન તપના આરાધકો પણ આજે ચોકીમાં પ્રવેશ કરશે. ભગવાન પાર્શ્વનાથના મોડલને શહેરના તમામ જૈન સંઘોમાં સાધુ-સાધ્વી ભગવંતોના દર્શન અને વાસક્ષેપ માટે મોકલાશે.

અન્ય સમાચારો પણ છે...