તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આશાપુરી માતાના પાટોત્સવમાં 900 કિલો શાકભાજીનો પ્રસાદ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
સુરત ઃ પોષ સુદ પૂનમના રોજ રૂસ્તમપુરામાં આવેલા આશાપુરી માતા મંદિરમાં શાકોત્સવ ઉજવણી કરાઈ હતી. પોષ સુદ પૂનમે શાકંભરીમાતાનું પ્રાગટ્ય થયું હોવાથી માતાજીને 900 કિલો વિવિધ પ્રકારના ફુલ, ફળ અને ધાન્યનો શૃંગાર કરાયો હતો. આ પ્રસંગે માતાજીને વિશેષ શૃંગાર, પૂજા અને જાપ કરાયા હતા. 150 કિલો ચોખા અને 50 કિલો દાળ સાથે ઘઉં, જુવાર અને ગોળની ઘુઘરી બનાવવામાં આવી હતી. તેની સાથે તમામ પ્રકારના ફ્રુટનો પ્રસાદ બનાવવામાં આવ્યો હતો. આ પ્રસંગે પાંચ હજારથી વધુ ભક્તો ઉપસ્થિત રહ્યા હતા તેને પ્રસાદી આપવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો