તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અશ્લીલ ડાન્સ કરતી મુંબઈની 8 બાર ગર્લ્સ સાથે સુરતના મોટા ગજાના 9 બિલ્ડર પકડાયા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના તલાસરી પોલીસે બુધવારે મોડીરાત્રે અચ્છાડ વિસ્તારમાં ગ્રીન પાર્ક હોટેલમાં રેડ પાડી હતી. આ દરમિયાન ત્યાં અશ્લીલ કૃત્ય અને ડાન્સ કરતી મુંબઈની બાર ગર્લ્સ સાથે સુરતના અડાજણ-પાલના મોટાગજાના 9 બિલ્ડરો રંગેહાથ પકડાયા હતા. બિલ્ડરોએ બચવા માટે ભારે ધમપછાડા કર્યા હતા. પોલીસે હોટેલના માલિક, મેનેજર, કેશિયર, તેમજ 8 બાર ગર્લ્સ,સુરતના 9 બિલ્ડર મળીને 22 જણાની ધરપકડ કરી હતી. પકડાયેલા બિલ્ડરોમાં એક બિલ્ડરના પિતા ભૂતકાળમાં કોંગ્રેસના કોર્પોરેટર હતા. જેની પાસે અનેક લેણદારોના પૈસા ફસાયેલા છે અને તે નાણાં આપતો નથી અને આવી પાર્ટીઓમાં પૈસા ઉડાવવા જાય છે.

તલાસરી પોલીસના જણાવ્યા અનુસાર, ગ્રીન પાર્ક હોટેલમાં મુંબઈની બાર ગર્લ્સ લાવીને અશ્લીલ કૃત્ય અને ડાન્સનું આયોજન નિપમ સુરેશ શાહ(રહે,પ્રસ્ટીઝ ટાવર, ગરનાળા રોડ, ભિલાડ) અને તેના સાગરિત હશન શબ્બીર ખાને(રહે.કાશ્મીરા, મીરા રોડ,મુંબઈ) કર્યું હતું. જેની પોલીસે ધરપકડ કરી હતી. ખરેખર હોટેલમાં રેવ પાર્ટી ચાલી રહી હોવાની બાતમી હતી છતાં તલાસરી પોલીસે બિલ્ડરો અને હોટેલ માલિકને બચાવવા માટે કેસને ઢીલો કરીને મોટો વહીવટ કરી લીધો હોવાની ચર્ચાઓ પોલીસ બેડામાં દિવસભર ચાલતી હતી.

તલાસરી પોલીસના પીઆઈને બિલ્ડરોના નામો બાબતે પૂછતાં તેમણે નિયમ પ્રમાણે નામ આપી શકાય તેમ નથી એમ કહીને જાણે બિલ્ડરોના ખોળામાં બેસીને મોટો વહીવટ કરી લીધો હોય એવી આશંકા છે.

પાલઘરની હોટલમાં રેડ બાદ તલાસરી પોલીસમાં બિલ્ડરો-બાર ગર્લ્સને લવાયા.

પાર્ટી : બિલ્ડરે આપેલી પાર્ટીમાં NRI મિત્રો સહિત સુરતથી ગયેલા 22ને જેલભેગા કરાયા
અડાજણ-પાલના બિલ્ડરે તેના એનઆરઆઈ મિત્રોને પાર્ટી આપવા માટે મુન્ના નામના સટોડિયા સાથે પાર્ટીનું આયોજન કર્યુ હતું. બિલ્ડરોએ હોટેલની બાજુમાં બંગલો પણ ભાડે રાખ્યો હતો. સુરતથી 5થી 6 મોઘીદાંટ ગાડીઓમાં મોટાગજાના બિલ્ડરો તેના ભાગીદારો સાથે 22 જણા ગયા હતા. જેમાંથી 8 જણા તલાસરી પોલીસના હાથમાં આવી ગયા હતા. વધુમાં ક્રિકેટના સટ્ટામાં મુન્નો મોટો સટોડિયો છે અને તેના છેડા વાપી લઈને ભરૂચ સુધી લંબાયેલા છે.

બારમાંથી પકડાયેલા બિલ્ડરો-જમીનદલાલો
મિલન ભરત વસાની(ઉ.વ.36)(રહે,શિવમ એપાર્ટ, માતાવાડી,વરાછા),

હેંમત જયસુખ ખખર(ઉ.વ.36)(રહે,રીઝન્ટ રેસીડન્સી, વરાછા),ગીરીશ રમેશ વલાની(ઉ.વ.36)(રહે,ગ્રીન, અડાજણ), જિતેન્દ્ર હરજી દેસાઈ(ઉ.વ.45)(રહે,પૂજનપાર્ક સોસાયટી,વરાછા), જયસુખ જયરામ તલોવિયા(ઉ.વ.46)(રહે,ઈશ્વર પાર્ક સોસાયટી,પુણાગામ), નિલેશ મધુ કાછડીયા(ઉ.વ.30)(રહે,ત્રિકમનગર,સુરત), હાર્દિક નિરંજન સુહાનીયા(ઉ.વ.32)(રહે,તિરૂપતિબાગ સોસાયટી,યોગીચોક), શૈલેષ અંબાલાલ તલાવીયા(ઉ.વ.35)(રહે,વૈભવ એપાર્ટમેન્ટ,કુંભારીયા રોડ),રાકેશ રમેશ કાછડીયા(ઉ.વ.30)(રહે,સાંઈ એવન્યુ,વરાછા)

અન્ય સમાચારો પણ છે...