તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

892 હોસ્પિટલોનું રજિસ્ટ્રેશન થયું પાલિકાને રૂ. 42 લાખ આવક થઇ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિપોર્ટર|સુરત

સરકારના પરિપત્ર બાદ ગત ઓક્ટોબર 2018થી પાલિકાએ નર્સિંગ હોમ રજિસ્ટ્રેશન એક્ટ હેઠળ હોસ્પિટલો રજિસ્ટ્રેશન અંગેની પ્રક્રિયા હાથ ધરાઇ હતી. 1 બેડની ઑપ્થૅલ્મૉલજિસ્ટની હોસ્પિટલથી લઈ શહેરની 533 બેડની હોસ્પિટલ સુધી તમામના રજિસ્ટ્રેશનમાં પાલિકાને સફળતા મળી છે. 3 મહિના સુધીમાં કુલ 892 નાની હોસ્પિટલથી લઈ મોટી હોસ્પિટલ્સના રજિસ્ટ્રેશન થઇ ચુક્યાં છે. પાલિકાને રૂપિયા 42 લાખની આવક થઇ છે. શહેરને મેલેરિયા-ડેન્ગ્યૂ ફ્રી સિટી કરવા માટે ડબ્લ્યુએચઓની ગાઇડલાઇન પ્રમાણે મહાપાલિકાનું આરોગ્ય ખાતુ આગળ વધી રહ્યું છે. એપિડેમિક કે મચ્છરજન્ય રોગચાળો આરોગ્ય ખાતાની મુખ્ય સમસ્યા એ હતી કે, શહેરની હોસ્પિટલોથી લઈ ક્લિનિકો, રિસર્ચ લેબોરેટરી, રોગ અને દર્દીની માહિતી આપતા ન હતાં. નર્સિંગ હોમ રજિસ્ટ્રેશન એક્ટ લાગુ કરાતાં રજિસ્ટ્રેશન થયેલી હોસ્પિટલએ ફરજિયાત રોગ અને દર્દી અંગેની માહિતી પાલિકાના આરોગ્ય ખાતાને આપવી પડશે.

3 હજાર ક્લિનિકનું રજિસ્ટ્રેશન જરૂરી
નર્સિગ હોમ રજિસ્ટ્રેશન એક્ટ હેઠળ થયેલી હોસ્પિટલોની નોંધણીને શહેરના પ્રબુધ્ધ નાગરિકો આવકારી રહ્યાં છે. પરંતુ તેઓમાં એવી પણ લાગણી પ્રવર્તી રહી છે કે, પાલિકાનુ આરોગ્ય ખાતુ શહેરમાં અંદેજે 3 હજાર ક્લિનિકનું પણ રજિસ્ટ્રેશન કરવું જોઇએ તો જ નર્સિંગ એક્ટનો ખરા અર્થે હેતુ બર આવશે.

શહેરમાં નાની-મોટી 1000 હોસ્પિટલ
શહેરમાં એક હજાર જેટલી નાની-મોટી હોસ્પિટલો હોવાની પાલિકાની ગણતરી છે હાલ 892નું જ રજિસ્ટ્રેશન થયું છે . 2થી 5 વર્ષ સુધી રજિસ્ટ્રેશનની જોગવાઇમાં 2500થી 25 હજાર સુધીની રજિસ્ટ્રેશન ફી છે. 1 ફેબ્રુઆરી પછી પાલિકા સરવે હાથ ધરાશે. બાકી હોસ્પિટલ્સને પેનલ્ટી ફટકારવાની વિચારણા કરી રહી છે.

અગાઉ પણ પાલિકાએ આ મુદ્દે મીટિંગ કરી હતી
અગાઉ નર્સિગ હોમ એક્ટ બાબતે ડેપ્યુટી કમિશનર હેલ્થ એન્ડ હોસ્પિટલ ડો.આશિષ નાયકે તબીબી એસોસિયેશન અને અગ્રણી તબીબો સાથે મીટિંગ કરી હતી. અત્યાર સુધીમાં નાનીથી લઈ મોટી કુલ 892 હોસ્પિટલોનું ઓનલાઈન રજિસ્ટ્રેશન થયું છે. તેથી નોંધણી ફી પેટે રૂપિયા 42 લાખ જેટલું કલેક્શન પણ થયું છે. ડો.પ્રદિપ ઉમરીગર, આરોગ્ય અધિકારી પાલિકા

અન્ય સમાચારો પણ છે...