તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તમારા હાવભાવ અને ચહેરો 88 ટકા નોન વર્બલ કોમ્યુનિકેશન દર્શાવે છે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

‘બે પ્રકારનું કોમ્યુનિકેશન હોય છે વર્બલ અને નોન વર્બલ હોય, તમે બોલીને કોમ્યુનિકેશન કરો કે બોલ્ય વગર લોકો તમને તમારા બોડી પર્સનાલિટીથી જજ કરે છે. આવી સ્થિતિમાં ખૂબ જ જરૂરી છે કે તમે શું પહેરો છો, પર્સનાલિટી શું છે? લોકોનું મગજ કેમેરાનું કાર્ય કરે છે. તમને જોઈને તમારા વિશે ધારણાઓ કરી લે છે. 88 ટકા નોન વર્બલ કોમ્યુનિકેશન એ તમારા હાવભાવ, મુદ્રા, ચહેરો કરે છે. જ્યારે તમે કોલેજમાં ભણતા હોઉ ત્યારે જીન્સ, ટીશર્ટ, વેસ્ટર્ન કપડાં પહેરી શકો છો પણ જો ઇન્ટરવ્યુ આપવા જતા હોવ ત્યારે તમને ફોર્મલ કપડાં પહેરવાં જોઈએ. કેમ કે, ત્યાં લોકો પહેલાં તો આપણા કપડાં, હાવભાવ, ચહેરાના હાવભાવથી ઓળખશે.’ રોટરેક્ટ ક્લબ ઓફ સુરત કોમ્યુનિટી અને રોટરી ક્લબ સુરત દ્વારા બોડી લેંગ્વેજ વિષય પર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આ વાત કુંજન હલવાવાળાએ કરી હતી.

આંખોનો હાવભાવ બોડી લેંગ્વેજમાં સૌથી જરૂરી

આપણે પાર્ટીમાં અલગ કપડાં પહેરીએ છીએ પણ મેરેજમાં એ જ કપડાં પહેરતા નથી. ભારતની સ્ત્રીઓ અને વિદેશી સ્ત્રીઓના પહેરવેશમાં ઘણો ફર્ક જોવા મ‌ળે છે. તેમજ કામકાજી સ્ત્રીઓ, ઘરમાં રહેતી મહિલાઓમાં પણ તમને જુદા જુદા હાવભાવ અને મુદ્રા જોવા મળશે. બોડી લેંગ્વેજમાં આંખોનો હાવભાવ, ચહેરાના એક્સપ્રેશન અને આપણા હાથની એક્શન કેવી છે તે જોવામાં આવે છે. ગઝલ ગાયક ટ્રેડિશનલ કપડાં પહેરતાં હોય છે. પોપ સિંગર અને રેપર અલગ પ્રકારના વેસ્ટર્ન કપડાં પહેરે છે કારણ કે, સંગીત ક્યા પ્રકારનું છે તેનું ધ્યાન રાખી તેઓ પોતાની બોડી લેંગ્વેજ નક્કી કરે છે.

આત્મવિશ્વાસ બોડી લેંગ્વેજમાં મહત્ત્વનો

બોડી લેંગ્વેજમાં મોટો ભાગ આપણો આત્મવિશ્વાસ હોય છે ફક્ત સારા કપડાં, શૂઝ કે મોંધી ઘડિયાળ જ નહીં પણ પોતાનો આત્મવિશ્વાસ મહત્ત્વનો ભાગ ભજવે છે. તમે ઓફિસ પર ટ્રેડિશનલ કપડાં પહેરી શકતા નથી ત્યાં ફોરમલ જ પહેરવા પડે. કારણ કે લોકો અમને અમારા પ્રોફેશનથી જજ કરે છે. આથી દરેક પ્રોફેસનના અલગ-અલગ પ્રકારના કપડાં હોય છે. જેમ કે ડોક્ટર્સ માટે વાઈટ કોર્ટ, વકીલો માટે કાળો કોટ પહેરવું ખૂબ જ જરૂરી છે કેમ કે એ તેમના પ્રોફેશનની ડિમાન્ડ છે.

અન્ય સમાચારો પણ છે...