તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રિંગરોડ ખાતે પાર્કિંગ કોન્ટ્રાકટર પર હુમલો કરી 80 હજારની લૂંટ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

ઝાંપા બજારના તૈયબી મહોલ્લોમાં રહેતો મોહમદ સાહિદ સિદ્દીક શેખ( 32 વર્ષ) પાર્કિંગ કોન્ટ્રાક્ટર છે. રિંગરોડ પર એસટીએમ સામે બ્રિજ નીચેની જગ્યા પર એસએમસી દ્વારા આપવામાં આવેલ પાર્કિંગમાં ફરજ બજાવે છે. ત્યાં તુલસી નામનો યુવક પણ નોકરી કરતો હતો. બે દિવસ પહેલા જ તેને નોકરી પરથી કાઢવામાં આવ્યો હતો. બુધવારે રાત્રે મોહમદ સાહિદ બ્રિજ નીચે પાર્કિંગની ઓફિસમાં બેઠો હતો. ત્યારે તુલસી તેના સાથીઓ સહેજાદ અને અન્ય એક વ્યકિત સાથે આવી સાહિદ પર બેઝબોલના બેટથી હુમલો કરીને તુલસીને નોકરી પરથી કેમ કાઢી નાખ્યો કહીને તને તો પતાવી જ દેવો છે કહીને પ્રહાર કરી રોકડા 80 હજાર લૂંટી લીધા હતા. ત્રણ પૈકી એક આરોપી સહેજાદ વસીમ બિલ્લાના મામાનો દીકરો થાય છે.મોહમદ સાહિદને સારવાર માટે મહાવીરમાં દાખલ કરાયો છે. સાહિદે તુલસી,સહેજાદ અને અન્ય એક વિરુદ્ધ સલાબતપુરા પોલીસમાં લૂંટની ફરિયાદ નોંધાવી છે.

_photocaption_ઘાયલ મોહમદ સાહિદ શેખ.*photocaption*
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો