તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઓનલાઇન સેન્સર સિસ્ટમથી 80% હવાનું પ્રદૂષણ કંટ્રોલ થયાનો દાવો

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઇન્ડસ્ટ્રીમાં કોલસાના વપરાશથી હવાનું પ્રદૂષણનું પ્રમાણ દિવસેને દિવસે વધી રહ્યું છે. ત્યારે પ્રદૂષણ કંટ્રોલ બોર્ડ દ્વારા સખતાઇ વર્તાયા બાદ પાંડેસરાંમાં ઓનલાઇન સેન્સર સિસ્ટમ ગોઠવવામાં આવી છે. 80 ટકા હવાનું પ્રદૂષણ કંટ્રોલ કરી શકાયો હોવાનો દાવો છે. ત્રણથી ચાર મહિનામાં જ આ રિઝલ્ટ મળ્યા છે.

વિદેશોમાં શરૂ થયેલી એમીસન ટ્રેડિંગ સિસ્ટમ શહેરમાં શરૂ થઇ છે. આ સિસ્ટમ પ્રમાણે હવાના પ્રદૂષણ ઘટાડા માટે વિવિધ એકમધારકો યુએનઓની ગાઇડલાઇન પ્રમાણે સોલિડ ફ્યુલથી થતાં પ્રદૂષણ ઘટાડવા માટે વિવિધ મશીનરીઓનો ઉપયોગ કરે છે. જેની સામે એકમ ધારકોને ઇન્સેન્ટિવ મળતું હોઇ છે. જેના અમલ પેટે હવે પાંડેસરા જીઆઇડીસીમાં કોલસાનો ઉપયોગથી થતાં પ્રદૂષણ ઘટાડા માટે ઓનલાઇન સેન્સર સિસ્ટમ ગોઠવવામાં આવી છે.

સાઉથ ગુજરાત ટેક્સટાઇલ પ્રોસેસર્સ એસોસિએશનના પ્રમુખ જીતેન્દ્ર વખારીયાના જ્ણાવ્યાનુસાર, સોલીડ ફ્યુલ એટલે કે કોલસાનો ઉપયોગ થાય છે. ત્યારે તેમાંથી સસ્પેન્ડેડ પર્ટીક્યુલર મેટર(એસપીએમ) કાઉન્ટ નીકળતાં હોઇ છે. જેના કારણે હવાનું પ્રદૂષણ થાય છે. ઓનલાઇન સેન્સર સિસ્ટમ ગોઠવવાના કારણે કેટલો કોલસો ઉપયોગમાં થયો તે જાણવા મળ્યું છે. જેનાથી કોલસો વધારે બળતો હશે તે પણ અટકાવી શકાશે. કોલસાના ઉપયોગનો ડેટા પણ ઓનલાઇન જાણી શકાશે. આ ડેટા જીપીસીબીને પણ ઓનલાઇન મળી જશે. જેના કારણે કોલસાનો ઉપયોગ પર પણ નિયંત્રણ રહેશે. પ્રાયોગિક ધોરણે કેટલાંક એકમોમાં ઓનલાઇન સિસ્ટમ ગોઠવવામાં આવ્યું હતું. જેના પરિણામ પ્રમાણે 80 ટકા પ્રદૂષણ પર નિયંત્રણ રાખી શકાયાનો દાવો ઉદ્યોગકારો દ્વારા કરાયો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો