તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

8 મુસાફરોને ઠગનાર ટોળકીનો ગઠિયો પકડાયો પરંતુ હદના બહાને GRPએ જ છોડી મૂક્યો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ટ્રાન્સપોર્ટેશન રિપોર્ટર | સુરત

રવિવારે સવારે રેલવે સ્ટેશન પરિસરમાં આઠ મુસાફરો પાસે ઓળખકાર્ડ માંગીને ઠગી કર્યા બાદ માર મારવામાંની ઘટનામાં એક આરોપી પકડાયો હોવા છતાં જીઆરપીએ આ ઘટના મહિધરપુરા પોલીસની હદમાં બન્યો હોવાનું જણાવી તેને જવા દીધો હતો. ઘટના બાબતે મળતી માહિતી મુજબ રવિવારે સવારે સુરતથી ગોંડા ( ઉત્તર પ્રદેશ) જવા માટે શ્રમિક વર્ગના આઠ મુસાફરો બે રિક્ષામાં બેસીને રેલવે સ્ટેશન ઉતર્યા હતા. રેલવે સ્ટેશન ઉતરતાની સાથે જ ચાર ચાર લોકોની બે ટોળકી આ મુસાફરો પાસે પહોંચી હતી. ત્યાર બાદ ઠગ ટોળકીએ મુસાફરો પાસે ઓળખપત્રની માંગ કરી હતી.મુસાફરોએ ઓળખપત્ર આપી દેતા ટોળકીએ ટિકિટ અપાવવાના નામે 1-1 હજાર રૂપિયા માંગ્યા હતા મુસાફરોએ રૂપિયા ઓછા લેવાનું કહેતા મારપીટ કરવા લાગ્યા હતા.અને રૂપિયા લઇ ભાગી ગયા હતા.જોકે મુસાફરોએ ફરિયાદ કરવાનું ટાળતા આરપીએફ દ્વારા સોંપવામાં આવેલા એક આરોપીને જીઆરપીએ જવા દીધો હતો.

હજાર રૂપિયા માગ્યા, ઓછા આપવાનું કહેતા માર્યા
હું અને મારા અન્ય સાથીઓ રિક્ષા કરાવી જયારે રેલવે પરિસર બહાર ઉતર્યા ત્યારે 4-4 લોકોની 2 ટોળકી અમારી પાસે આવી અને અમારા ઓળખપત્ર માંગવા લાગી અને બાદમાં ટિકિટ અપાવવાના નામે 1-1 હજાર રૂપિયા લઈ ગયા અમે રૂપિયા ઓછા લેવાનું કહેતા મારપીટ કરવા લાગ્યા અમારે યુપી જવાનું હોવાથી અમે ફરિયાદ કરવાનું ટાળ્યું હતું.પોલીસે કોઈકને પકડીને અમને અમારા રૂપિયા પાછા અપાવ્યા હતા. રવિન્દ્ર ,ભોગ બનનાર મુસાફર

અન્ય સમાચારો પણ છે...