તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

8 કલાક ઊંઘ, 8 કલાક કામ, 8 કલાક ફેમિલીને ફાળવો

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સિટી રિપોર્ટર citybhaskarsurat@gmail.com

ઉંઘવામાં રેશમી ગાદલાની નહીં પણ ઉંઘની જરૂર હોય છે. હેલ્ધી રહેવા ખુશ રહેવું જોઈએ એવું નથી. બ્રાન્ડેડ કપડાંની ખરીદી થઈ શકશે પણ સુખ, શાંતી, ખુશીની ખરીદી કરી શકશો નહીં. હું 500 મિલિયન ડોલર આપુ અથવા સારા મિત્રો, ખુશી, શાંથી સ્વાસ્થય તો તમે શું લેવાનું પસંદ કરશો. સ્વાભાવિક છે દરેક વ્યક્તિ સારંુ સ્વાસ્થય અને માનસિક શાંતિ જ પંસદ કરશે.’રોટરેક્ટ ક્લબ ઓફ કર્ણભૂમિ અને વરાછા ક્લાસિસ એસોશિએશન દ્વારા યોજાયેલા ‘વર્ક, લાઈફ બેલેન્સ’ વિષય પર સેમિનારમાં આ વાત જ્ઞાન વત્સલ સ્વામીએ કહી હતી.

જ્ઞાન વત્સલ સ્વામિ

કામ અને જિંદગીને બેલેન્સ નહીં કરો તો પારિવારીક સમસ્યા થશે
જો તમે કામ અને લાઈફનું બેલેન્સ જાળવશો તો તમારી જિંદગીમાં સુખ, શાંતિ, આંનદ અને સમૃદ્ધિ જળવાઈ રહેશે. પણ 21 મી સદીમાં સૌથી મોટી બિમારી રૂપિયાની ભૂખ છે. લોક વધારે પડતું કામ અને વધારે પડતાં સ્ટ્રેસ સાથે જીવી રહ્યાં છે. જે કૌટુંબિક અને સામાજીક સમસ્યાઓને જન્મ આપે છે. દરેક વ્યક્તિને પોતાની લાઈફમાં ત્રીપલ એઈન્ટનું બેલેન્સ રાખવું જોઈએ જેમાં 8 કલાક આપણે પોતાના કામને મહત્વ અને નિષ્ઠાથી કરવું. બીજાના 8 કલાક તમને પુરતી ઉંધ લેવી અને બાકીના જે 8 કલાક છે જો એનો આપણે યોગ્ય ઉપયોગ ન કરીએ તો વિવિધ સમસ્યાઓનો સામનો કરવો પડશે. આ 8 કલાકમાં જીવવાનું શીખી ગયા તો પોતાની જિંદગીમાં સફળ મેળવી શકશો. આ 8 કલાકમાં આપણે ત્રણ એફ, ત્રણ એચ, અને ત્રણ એસ નો સમાવેશ થશે. જેમાં પ્રથમ એફમાં ફેમિલી, ફ્રેન્ડ અને ફેઈથ, ત્રણ એચમાં હેલ્થ, હાઈજીન, હોબી, અને બાકીના ત્રણ એસમાં સાઉલ , સર્વિસ, અને સ્માઈલનો સમાવેશ કરવામાં આવે છે. પૈસા ભલે આપણે 100 ખુશી આપી શકે છે પણ આપણું આનંદિત જીવન આપણને 1000 પ્રકારની ખુશી આપશે. આપણે પૈસા વાપરીને સારો ખોરાક ખાઈ શકીએ.

જો તમે પોતાની જિંદગીમાં યોગ્ય બેલેન્સ રાખી જીવશો તો હમેંશા ખુશ રહેશો. પૈસા પાછળ ન ભાગતા સુખ અને આનંદિત જીવન જીવવું વધારે સારંુ અગત્યનું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો