Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
7મા પગારપંચની માંગ સાથે કાળા કપડા પહેરી પ્રોફેસરોનો સૂત્રોચાર
સાતમાં પગારપંચને લાગુ પાડવા માટે ગાંધી ઇજનેરી કોલેજના 45 અધ્યાપકોએ ઓફિસ બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતું. રાજ્યના તમામ કર્મચારીઓ વર્ષ 2016થી સાતમાં પગારપંચ મુજબ પગાર મેળવી રહ્યા છે. પરંતુ સરકારી ઇનજેરી કોલેજના અધ્યાપકોને હાલમાં પણ છઠ્ઠા પગારપંચ મુજબ જ પગાર મળી રહ્યો છે. સરકારી ડિગ્રી-ડિપ્લોમા ઇજનેરી કોલેજો તેમજ ફાર્મસી કોલેજોમાં ફરજ બજાવતા 4 હજારથી વધારે અધ્યાપકોએ શૈક્ષણિક કાર્ય ચાલુ રાખીને સૂત્રોચ્ચાર કરી કાળા કપડાં ધારણ કરી વિરોધ નોંધાવ્યો હતો. 31મી માર્ચની સમયમર્યાદામાં માગણી પૂરી નહીં થશે તો કેન્દ્ર સરકારની નાણાકીય સહાય પ્રાપ્ત થશે નહીં અને ગુજરાત સરકારના માથે વધારાનો રૂ. 100 કરોડનો બોજો આવશે. ભાવિમાં અધ્યાપકો આંદોલનના ભાગરૂપે તારીખ 16 થી 24 માર્ચ દરમિયાન કોલેજના પરિસરમાં રેલી કાઢીને સાતમા પગારપંચની માગણી કરશે. તારીખ 23 માર્ચે જે તે સ્થાનિક ધારાસભ્ય અને સાંસદ તેમજ 5 એપ્રિલે કલેક્ટરને આવેદનપત્ર પાઠવશે. તે પછી 15 એપ્રિલે જીટીયુની પરીક્ષાની કામગીરીનો બહિષ્કાર અને 21મી એપ્રિલથી અઠવાડિયાની પ્રતિકાત્મક હડતાલ જેવા કાર્યક્રમો કરાશે.
ગાંધી ઈજનેરી કોલેજમાં વિરોધ કરાયો