તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હેકાથોનમાં 79 ટીમે લીધો ભાગ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલિકા દ્વારા સુરત આઇડિયાઝ અને ઇનોવેશન લેબ અંતર્ગત ઉધના સ્થિત સ્ટાર્ટઅપ અને ઇન્ક્યુબેશન સેન્ટર ખાતે 24 કલાક સુધી સાર્થક 2019 હેકાથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં 79 ટીમના કુલ 196 જેટલા સભ્યએ ભાગ લીધો હતો. જે અંતર્ગત પીવા લાયક પાણી, સેનીટેશન (ડ્રેનેજ), સ્વચ્છ ભારત મિશન, ટ્રાન્સપોર્ટ અને સીટીલીંક બસ સર્વિસ, એજ્યુકેશન, રીન્યુએબલ એનર્જી જેવા પ્રોબ્લેમ ડોમેન્સનાં વિવિધ પ્રોબ્લેમ સ્ટેટમેન્ટ આપવામાં આવ્યા હતા. જેનાં વિવિધ સોલ્યુસન્સ વિવિધ ઇજનેરી કોલેજના વિદ્યાર્થીઓ તેમજ વિવિધ પ્રોફેશનલ દ્વારા રજૂ કરાયા હતા. હવે આ સોલ્યુશન્સને વિવિધ ઇજનેરી કોલેજના પ્રાધ્યાપકોની તેમજ ઇન્ડસ્ટ્રીઝ એકસપર્ટની બનેલી જ્યુરી દ્વારા ચકાસવામાં આવશે અને તેમાંથી પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમના વિજેતાની પસંદગી કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...