તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હરિઓમ માર્કેટના વેપારી સાથે 77 લાખની ઠગાઈ, 4 સામે ગુનો

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

હરિઓમ ટેક્સટાઈલ માર્કેટમાં વેપાર કરતા વેપારી પાસેથી ત્રણ વેપારી અને દલાલે 77 લાખનું કાપડ ઉધારમાં ખરીદીને રૂપિયા નહીં ચૂકવીને છેતરપિંડી કરી છે.

પાંડેસરામાં બમરોલી રોડ પર રામેશ્વર ગ્રીનમાં રહેતા અભિષેક બાલચંદ મુંદડા કાપડનો વેપાર કરે છે. સલાબતપુરામાં હરિઓમ ટેક્સટાઈલ માર્કેટમાં ગંગા ફેશનના નામથી વેપાર કરે છે. એપ્રિલ 2019માં ઓળખીતા કાપડ દલાલ ઓમપ્રકાશ કિશોર ગોયલ વેપારી લક્ષ્મણ, દીપકરામ અને હિતેશ ચીમન ઠેસીયાને અભિષેક મુંદડાની દુકાને લાવ્યો હતો. દલાલ ઓમ પ્રકાશે કહ્યું કે ત્રણેય સારા વેપારી છે. તેમની સાથે વેપાર કરવાથી ફાયદો થશે. તેથી અભિષેક મુંદડાએ ત્રણેયને ઉધારમાં 77 લાખ રૂપિયાનું કાપડ આપ્યું હતું. લક્ષ્મણ રાધારાની સિલ્ક મિલના નામથી કતારગામમાં પંચવટી સોસાયટીમાં વેપાર કરતો હતો. દીપક રામ હરીઓમ ફેશનના નામથી સલાબતપુરામાં અભિષેક માર્કેટમાં વેપાર કરતો હતો. હિતેશ રામદેવ ફેશનના નામથી પુણામાં આઈમાતા રોડ પર વિજયનગર સોસાયટીમાં વેપાર કરતો હતો. ત્રણેય વેપારીઓએ અભિષેકને પેમેન્ટ આપ્યું ન હતું અને દુકાનો બંધ કરીને નાસી ગયા હતા. અભિષેક મુંદડાએ ત્રણેય વેપારી અને દલાલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો