તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

7500 ટુ અને ફોર વ્હીલ્સના વેચાણને લઈને ડીલર્સોમાં ચિંતાઃ ટુ વ્હીલર્સમાં 10 હજાર, કારમાં 1 લાખથી વધુની છૂટ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન પ્રમાણે1લી એપ્રિલથી બીએસ-6 એન્જિનવાળા વાહનોના વેચાણને પરવાનગી અપાઇ છે. હાલ ઓટોમોબાઈલ્સ સેક્ટર 30 ટકાથી વધુ નીચું હોવાથી સાઉથ ગુજરાતના 132 ઓટો ડિલર્સ પાસે 7500 જેટલી ટુ અને ફોર વ્હીલ્સ એવી છે, જે બીએસ-4 એન્જિનવાળા વાહનો છે. ડિમાન્ડ ન હોવાથી જુનો સ્ટોક ક્લિયર કરવા ટુ વ્હીલરમાં 4થી લઈને 10 હજાર તો કેટલાક કિસ્સાઓમાં રૂ.20 હજાર સુધી ડિસ્કાઉન્ટ આપવાની નોબત આવી છે. જ્યારે ફોર વ્હીલરના જુદા-જુદા મોડલ પર 80 હજાર થી લઈને 1 લાખ તેમજ કેટલાક કિસ્સાઓમાં 1.50 લાખ સુધી ડિસ્કાઉન્ટ આપવાનું શરૂ કરી દેવાયું છે.

નવી ગાઈડલાઈનના અમલમાં 12 દિવસ બાકી છે. ત્યારે સુરત અને દ.ગુજરાતના ઓટો ડિલર્સ ઓટો સેક્ટર 30 ટકાથી વધુ ડાઉન હોવાનું કહી રહ્યાં છે. સુરતના ડિલર્સના જણાવ્યા મુજબ, મંદીનો સમય છે, માર્ચમાં ડેપ્રિસેયશનનો લાભ લેવા જે ગાડી ખરીદવામાં આવે છે તેનું પ્રમાણ પણ પાછલા વર્ષની સરખામણીએ આ વર્ષે ઓછુ છે. ઓટો ડિલર્સ પુરૂષોતમ પટેલ જણાવે છે કે, એક ડિલર મહિનામાં પહેલાં સરેરાશ 1000 ટુ વ્હીલર્સનું વેચાણ કરતાં હતા. હાલ 450 થી 500 ટુ વ્હીલર્સનું વેચાણ થાય છે. જ્યારે ફોર વ્હીલર્સમાં 200 થી 300 ગાડી જતી હતી જેની સામે માંડ 100 થી 120 ગાડીઓ જઈ રહી છે. લક્ઝુરિયસ સેગમેન્ટમાં ડિમાન્ડ નહીંવત સમાન જ છે. સુરતના 132 ડિલર્સ પાસે કુલ 7500 જેટલા વ્હીકલ્સનો સ્ટોક હશે.

મોપેડમાં સ્ટોક ક્લિયર થઇ ચૂક્યો છે

બીએસ-4 એન્જિનવાળા વ્હીક્લનું વેચાણ તા.1લી એપ્રિલથી જ્યારે બંધ થનારું હોઈ ત્યારે ડિલર્સ પણ જુના એન્જિનવાળા વ્હીક્લ્સમાં 10 થી 15 હજાર સુધીનું ડિસ્કાઉન્ટ આપી રહ્યા છે. મોપેડનો સ્ટોક ક્લિયર થઈ ચૂક્યો છે પરંતુ બાઈક્સમાં સ્ટોક હજુ પણ હશે. > રાજુ શાહ, ધર્મરાજ સુઝુકી


BS-6માં હાલ નીચી કિંમતે વેચાણ છે

માર્કેટ ડાઉન છે ત્યારે હાલ બીએસ-6ની પણ ઈન્ટ્રોડ્યુસિંગ પ્રાઈઝ હોવાથી તે નીચી કિંમતે જ વેચાણ થઈ રહ્યું છે, મંદીથી અલગ-અલગ મોડેલ પ્રમાણે 1 લાખ અને કેટલાક તેનાથી વધુનું પણ બીએસ-4/યુરો-4 એન્જિનમાં ડિસ્કાઉન્ટ આપી રહ્યા છે. > દિપક ગજ્જર, નવજીવન ઓટોમોબાઈલ્સ


85 હજાર ડિસ્કાઉન્ટ આપી રહ્યા છીએ

તા.1લી એપ્રિલ બીએસ4 એન્જિનવાળા વ્હીકલ્સનું વેચાણ નહીં થવાની સૂચનાથી કંપની તરફથી પણ ડિલર્સને સપોર્ટ છે. હમણાં જેમની પાસે સ્ટોક છે તેઓ અંદાજે 80 થી 85 હજાર સુધીનું ડિસ્કાઉન્ટ ફોર વ્હીલ્સમાં ઓફર કરીને સ્ટોક ક્લિયર કરી રહ્યા છે. > મિતુલ શાહ, શ્રીજી ઓટો માર્ટ્સ


1000ને બદલે હવે 500 ગાડી વેચાય છે

સાઉથ ગુજરાતની વાત કરીયે તો જે ડીલર્સ મહિને 1000 ગાડીઓ વેચાણ કરતો હતો. તે સીધો 500 ગાડીઓના વેચાણ પર આવી ગયો છે. ગણતરીના ડિલર્સ પાસે બીએસ-4 વ્હીકલ્સનો જથ્થો છે. 4000 થી 4500 સુધીનું ડિસ્કાઉન્ટ આપી રહ્યા છે. > પ્રેમલ જોશી, જીએમ, ગંગા ઓટોમોબાઈલ્સ


49,082 વાહનોનું આરટીઓમાં રજીસ્ટ્રેશન

સુરત આરટીઓ મુજબ,ફેબ્રુઆરી20માં ટુ વ્હીલર, ફોર વ્હીલર, પોલીસ વાન સહિતના કોમર્શિયલ-નોન કોમર્શિયલ વ્હીક્લ મળીને 13,285 વાહનોનું રજિસ્ટ્રેશન થયું છે. 1લી ડિસેમ્બર-19 થી 17 ફેબ્રુઆરી-20 સુધી49,082 વાહનોનું આરટીઓમાં રજીસ્ટ્રેશન થયું છે. માર્ચના 17 દિવસમાં 7487 વાહનોનું રજિસ્ટ્રેશન થયું છે. 90 ટકાથી વધુ વાહનો બીએસ-4/યુરો-4 છે.


બીએસ-4, બીએસ-6 એન્જિન વચ્ચે તફાવત

શહેરના ઓટોમોબાઈલ સેક્ટર સાથે સંકળાયેલા તજજ્ઞો જણાવે છે કે, એન્જિન પર્યાવરણની દ્વષ્ટિને ધ્યાન રાખીને બીએસ-6ને પરવાનગી આપવામાં આવી છે. જેનાથી વાહન ચાલવાની કાર્યપ્રણાલીને કોઈ ફેરફાર જણાશે નહીં, જોકે સામાન્ય ભાષામાં કહીયે તો કાર્બન પાર્ટીકલ્સ જે બીએસ-4 એન્જિન વધુ રિલીઝ કરી છે તેની સરખામણીએ બીએસ-6માં પ્રમાણ ઓછું છે.


1લી એપ્રિલથી BS-4 એન્જિનવાળા વાહન બંધ , ઓટોબાઈલ્સમાં 30 % મંદી


અન્ય સમાચારો પણ છે...