મસાલા એજન્સીના ડિલિવરીમેનની 7 લાખની છેતરપિંડી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | ઉધના મગદલ્લા રોડ પર હરીકૃપા બંગલોમાં રહેતી 52 વર્ષીય જાગૃતિબેન સુનિલભાઈ તમાકુવાલા ગોપીપુરા કાજીના મેદાન પાસે મહાવીર એપાર્ટમેન્ટમાં મસાલાની એજન્સી ચલાવે છે. વર્ષ 2013માં મહિલાએ મસાલાની ડિલીવરી માટે ડ્રાઈવર ક્રમ ડિલીવરી મેન તરીકે સુરેશ બાબુ પાટીલને નોકરીએ રાખ્યો હતો. પેમેન્ટ પણ તે ઉઘરાવતો હતો. વર્ષ 2014થી ડિલીવરીમેન સુરેશ પાટીલે ડેઈલી 700થી 1000ની રકમ ઓછી જમા કરાવી અંગત કામમાં વાપરી નાખી હતી. 1 વર્ષથી 7 લાખની રકમ આપવાનો વાયદો કરતો હતો. મહિલાએ અઠવા પોલીસમાં ફરિયાદ કરી હતી. પોલીસે ડિલીવરીમેન સુરેશ બાબુ પાટીલ(રહે,સોની ફળિયા, ગોપીપુરા)ની સામે ઠગાઈનો ગુનો નોંધ્યો છે.