તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એરપોર્ટની 7 ફ્લાઇટ 30 માર્ચ સુધી જુદા જુદા દિવસે રદ રહેશે

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
ટ્રાન્સપોર્ટ રિપોર્ટર | સુરત

નવા વર્ષમાં સુરત કસ્ટમ એરપોર્ટથી ફ્લાઇટોની સંખ્યા વધવાની જગ્યાએ ઘટી રહી છે. એરલાઇન્સો કોઈ પણ કારણ જણાવ્યા વિના જ ફ્લાઇટોનું બુકિંગ બંધ કરી છે. એરપોર્ટની સાત ફ્લાઇટ 30મી માર્ચ સુધી જુદા જુદા દિવસે રદ રહેનારી છે.

ફ્લાઇટો રદ રહેતા એરપોર્ટથી અવર-જવર કરનારા પેસેન્જરોની સંખ્યા ઘટી જશે. એર ઇન્ડિયાની દિલ્હી-સુરત-દિલ્હીની ફ્લાઇટ 20મી માર્ચ સુધી દર શનિવારના સવારના અને સાંજના સમયે રદ રહેનારી છે. સ્પાઇસ જેટની સુરત-ગોવા-સુરતની બપોરની ફ્લાઇટ 13મી જાન્યુઆરીથી 28મી માર્ચ સુધી રદ રહેનારી છે. આ સાથે હૈદરાબાદ સુરત-હૈદરાબાદની સાંજની ફ્લાઇટ 13થી 28 માર્ચ સુધી અને દિલ્હી-સુરત-દિલ્હીની સવારની ફ્લાઇટ 28મી માર્ચ સુધી દર ગુરુવારે રદ રહેનારી છે. એ જ રીતે ઇન્ડિગોની બેંગ્લોર-સુરત-બેંગ્લોરની સાંજની ફ્લાઇટ 28મી માર્ચ સુધી રદ રહેશે. સાથે કોલકાતા-સુરત-કોલાકાતા 16મી ફેબ્રુઆરી સુધી રદ રહેનારી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો