600 વિદ્યાર્થીઓને અપાઈ રહી છે સ્કેટિંગ, કુસ્તી, સ્વિમિંગની ટ્રેનિંગ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા 5 થી 15મે દરમિયાન સુરત શહેર કક્ષાએ વિવિધ રમતોના સમર કેમ્પનું આયોજન કરાયું હતું. સુરતના સિનિયર કોચ કનુભાઈ રાઠોડ દ્વારા કરવામાં આવ્યું છે, જેમાં 600 જેટલા ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે. દરેક રમતના એક્સપર્ટ દ્વારા ખેલાડીઓને ટ્રેનિંગ આપવામાં આવી રહી છે. આ કેમ્પનો ઉદ્દેશ્ય બાળકોને સમર સિઝનમાં મોબાઇલથી દૂર રાખી ફિઝિકલ એક્ટિવિટી કરાવવાની હતી. આ કેમ્પમાં વિદ્યાર્થીઓને એથ્લેટિક્સ, વોલિબોલ, કબડ્ડી, ખો-ખો, બોસ્કેટબોલ, ફૂટબોલ, જિમ્નાસ્ટિક, કુસ્તી, સ્કેટિંગ, સ્વિમિંગ, ટેક્વોન્ડો અને હેન્ડબોલની તાલીમ અપાઈ રહી છે.

SPORTS CAMP
અન્ય સમાચારો પણ છે...