તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દહેજમાં 6 લાખ માંગી ગર્ભવતીને પેટમાં લાત મારી, બાળક મૃત જન્મ્યું

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સાસરિયાંઓના ત્રાસથી ત્રસ્ત એક પરિણીતાએ ઉધના પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં તેના પતિ ટ્રાફિક બ્રિગેડમાં અને નણદોઈ પોલીસમાં ફરજ બજાવતા હોવાનો ઉલ્લેખ છે. તેઓ ત્રાસ આપતાં અને દહેજમાં રૂ. 6 લાખની માગણી કરતાં હોવાનું ફરિયાદમાં જણાવ્યું છે.

ગાંધીકુટિર, હરિનગર-3 ખાતે માતા-પિતાના ઘરે રહેતી પરિણીતાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે તેના પતિ શૈલેશ સંજય સેંદાણે ટ્રાફિક બ્રિગેડમાં છે. જ્યારે તેના પતિના બનેલી એટલે પરિણીતાના નણદોઈ કિરણ નાયક સચિન પોલીસમાં ફરજ બજાવે છે. આ બન્નેના ‘પાવર’થી સાસરિયાંઓ ત્રાસ આપતાં હતાં. પરિણીતાને માર મારી પહેરેલાં કપડે ઘરેથી કાઢી મૂકી હોવાનો ઉલ્લેખ પણ ફરિયાદમાં કર્યો છે. ત્રાસ આપનારાઓ તરીકે પતિ શૈલેશ ઉપરાંત સાસુ કલ્પના, સસરા સંજય, જેઠ મિતેશ, જેઠાણી રુચિ (તમામ રહે: તડકેશ્વર સોસાયટી, ભટાર), નણંદ પ્રીતિ અને નણદોઈ કિરણ નાયકનાં નામો આપ્યાં છે. ફરિયાદમાં જણાવ્યું છે કે તેનાં લગ્ન થયા ત્યારે બે મહિના સુધી સારી રીતે રાખ્યા બાદ સાસરિયાંઓએ પોત પ્રકાશ્યું હતું. દહેજપેટે રૂ. 6 લાખની માગણી કરી માર મારી ઘરમાંથી પહેરેલાં કપડે કાઢી મૂકી હતી. પરિણીતાનાં જેઠ-જેઠાણી એન્જિનિયર હોવાથી બન્ને નોકરી કરે છે. તેવા સંજોગોમાં આ પરિણીતાના સાસુ કહેતા કે તને કામ કરવા માટે જ લાવ્યાં છીએ. તું નોકરી કરતી નથી એટલે ઘરનું તમામ કામ તારે જ કરવું પડશે.

‘અમારે તો બાળક જોઈતું હતું, તું નહીં’
ફરિયાદમાં એવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જ્યારે આ પરિણીતાને પાંચ માસનો ગર્ભ હતો ત્યારે પતિએ પેટમાં લાતો મારી હતી. જ્યારે પ્રસૂતિ થઈ ત્યારે બાળક મૃત હાલતમાં જન્મ્યું હતું. એ વખતે પણ સાસરિયાંઓએ કહ્યું અમારે બાળક જોઇતું હતું, તું નહીં.

પિતાના ઘરે પહોંચી જઈને ઝઘડો કર્યો
સાસરિયાંઓના ત્રાસથી ત્રસ્ત પરિણીતા પિતાના ઘરે પહોંચી તો સાસરિયાઓ ત્યાં પહોંચી ગયા હતા અને માતા-પિતા, ભાઈને ધમકી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...