તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હિન્દી-માધ્યમના શિક્ષકોની 58% ઘટ બમરોલીમાં પાલિકાની શાળા નહીં બને

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિપોર્ટર|સુરત

શિક્ષણ સમિતિમાં હિન્દી માધ્યમમાં શિક્ષકોની મોટી ઘટ હોવાથી બમરોલીમાં નવી શાળા શરૂ કરવાના આયોજન પર પાણી ફરી વળ્યું છે. બમરોલી વિસ્તારમાં હિન્દીભાષી વિદ્યાર્થીઓ વધુ હોઇ નવી શાળા માટે ડિમાન્ડ હોવા છતાં ઘટના કારણે સ્કૂલ ખોલી શકાય એમ નથી.

બમરોલી વિસ્તારમાં આશરે લાખોની સંખ્યામાં પરપ્રાંતીય ગરીબ-મધ્યમવર્ગના શ્રમજીવી લોકો વસવાટ કરે છે. એમાં 50% કરતા વધુ વસ્તી માત્ર હિંદી ભાષીઓની છે. હાલમાં આ સમગ્ર બમરોલી વિસ્તારમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની એક માત્ર શાળા કાર્યરત છે. જેથી આ વિસ્તારમાં ટીપી નં. 56 (બમરોલી),ફા.પ્લો. નં. આર-19 પર અન્ય નવી હિન્દી માધ્યમની શાળા શરૂ કરવાની માંગ ઉભી થઇ હતી. ઝોન તેમજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના વહીવટી લેવલે નવી શાળા શરૂ કરવાના પોઝીટીવ રિપોર્ટ હતો. પરંતુ હાલમાં હિંદી માધ્યમમાં શિક્ષકોની મહેકમ મુજબ 58% જેટલી મોટી ઘટ હોવાથી અહીં નવી શાળા બનાવવી શકાય એવી સ્થિતિ નથી. આ મામલે કોંગ્રેસના નગરસેવક અસલમ સાયકલવાલાએ જણાવ્યું કે શિક્ષણ સમિતિએ શિક્ષકોની ભરતી કરવા રાજ્ય સરકારમાં રજૂઆત કરવી જોઇએ. શિક્ષકોની મોટી ઘટના પગલે ગરીબ વર્ગના વિદ્યાર્થીઓએ ખાનગી શાળામાં જવા મજબૂર બન્યા છે. અન્ય લઘુભાષી માધ્યમમાં પણ આવી જ સ્થિતિ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો