તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વેડ ગુરુકુળમાં 57 હજાર ભક્તો સ્વામી. જયંતીના સાક્ષી બન્યા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રવિવારે વહેલી સવારે હરિકૃષ્ણ મહારાજની પૂજા સાથે વેડરોડ ગુરુકુળમાં ભગવાન સ્વામીનારાયણની જન્મજયંતી ઉજવાઈ હતી. જેમાં 50 હજારથી વધુ ભક્તોએ ભગવાનને અભિષેક કર્યો હતો. મહંત સ્વામી અને પ્રભુ સ્વામીએ રામનવમીને સ્વયં નહીં સર્વેશ્વરની પૂજાનો દિવસ ગણાવ્યો હતો.

વેડરોડ ગુરુકુળમાં ભગવાન સ્વામીનારાયણની જન્મજયંતી ઉજવાઈ હતી. આ પ્રસંગે ચૈત્ર નવરાત્રી સાથે નવ દિવસના મહોત્સવનું રવિવારે સમાપન કરાયું હતું. આ અંગે પ્રભુ સ્વામીએ કહ્યું કે સવારે 3.30 કલાકથી હરિકૃષ્ણ મહારાજને અભિષેક માટે સંતો સાથે ભક્તો ઉમટ્યા હતા. તેની સાથે મહિલાઓએ વહેલી સવારથી ભગવાન સ્વામીનારાયણની અખંડ ધૂન શરૂ કરી હતી. ભગવાનને દૂધ, દહી, ઘી, મઘ, સાકર અને વિવિધ ફળોના રસથી અભિષેક કરાયો હતો. ત્યારબાદ 57 હજાર ભક્તોને ભગવાનના પ્રસાદનું વિતરણ કરાયું હતું. રવિવારે ભગવાનના દર્શને આવેલા બગસરાના વતની મધુભાઈ નામના ભક્તને પેરાલીસીસ થયો હતો. તેમણે ભગવાન પાસે માનતા માની હતી કે પેરાલીસીસ સારો થશે તો સાષ્ટાંગ દંડવત કરતા તમારા દર્શને આવીશ. આથી રવિવારે તેમણે ભગવાનના દર્શન કરી માનતા પૂર્ણ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...