બાબુનિવાસ સંઘમાં 510 શ્રાવકોએ વીસ સ્થાનક તપની આરાધના કરી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત : નાનપુરાના બાબુનિવાસ જૈન સંઘમાં મુનિ દીક્ષિતરત્નવિજય મહારાજની નિશ્રામાં 510 શ્રાવકોએ વીસ સ્થાનક તપની આરાધના કરી હતી. આ પ્રસંગે જીવનભારતી હોલમાં તમામ તપસ્વીઓનું તિલક, સ્મૃતિભેટ સાથે બહુમાન કરાયું હતું. બાદ અંતે તપસ્વીઓને મંત્રદીક્ષા અપાઈ હતી. જૈન સંઘમાં મુનિ દીક્ષિરત્નવિજય અને વિનીતરત્નવિજય મહારાજની નિશ્રામાં રવિવારે વીસ સ્થાનક તપની આરાધના કરાઈ હતી. આ માટે 500 જેટલાં શ્રાવકોએ સંકલ્પ લીધો હતો. તેની સામે રવિવારે 10 શ્રાવકો વધતાં કુલ તપસ્વી 510 થયા હતા. આ પ્રસંગે મુનિ વિનીતરત્નવિજય મહારાજે કહ્યું કે પાપસ્થાનકમાં કુલ અઢાર જેટલાં પાપસ્થાનકો છે.

અન્ય સમાચારો પણ છે...