તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાલ-પાલનપોર-ભીમરાડનાં સાત સ્થળે 5080 આવાસો નિર્માણ કરાશે

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિપોર્ટર | સુરત

પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ આર્થિક નબળા વર્ગના (એએચપી) લોકો માટે શહેરમાં વધુ 5080 આવાસો નિર્માણ કરવામાં આવનાર છે. પાલ-પાલનપોર-ભીમરાડના સાત સ્થાનો પર આવાસ નિર્માણ માટે રૂપિયા 433 કરોડ ખર્ચનો ગત સ્લમ અપગ્રેડેશન સમિતિની બેઠકમાં અંદાજ મંજુર કરાયા છે. તેમાં, આવાસ દિઠ રૂપિયા 5.50 લાખ ખર્ચ પાલિકા અને દોઢ-દોઢ લાખનો મળી 3 લાખનો ફાળો રાજ્ય-કેન્દ્ર સરકાર ભોગવશે. તેથી રૂપિયા 8.50 લાખના ખર્ચે એક આવાસ (કાર્પેટ એરીયા પ્રતિ આવાસ 392.74 ચો.ફૂટ) તૈયાર થશે. તેમાં લાભાર્થીઓને રૂપિયા 5.50 લાખમાં પ્રાપ્ત થશે.

7 લોકેશન પર 5080 આવાસો, 80 દુકાનો
ટી.પી.42 ભીમરાડ એફ.પી. 67, આવાસો-322, દુકાનો-12

ટી.પી.43 ભીમરાડ એફ.પી.109, આવાસો-928, દુકાનો-8

ટી.પી. 43 ભીમરાડ એફ.પી. 110, આવાસો-130, દુકાનો-4

ટી.પી. 8 પાલનપોર એફ.પી. 106, આવાસો-1328, દુકાનો-16

ટી.પી.9 પાલનપોર-ભેંસાણ એફ.પી. 152, આવાસો-368, દુકાનો-00

ટી.પી. 16 પાલ એફ.પી.113, આવાસો-1188, દુકાનો-24

ટી.પી.16 પાલ એફ.પી. 114, આવાસો-816, દુકાનો-16

આવાસોમાં ઓર્ગેનિક વેસ્ટ કન્વર્ટર-વોટર રીચાર્જ બોર ની સિસ્ટમ
પીએવાય આવાસ યોજનાની ગાઈડલાઈન મુજબ કમ્પાઉન્ડ વોલ, એન્ટ્રી ગેટ, સીસી રોડ, ડ્રેનેજ, પાણી, વીડીએસ. ગાર્ડન, ફાયર સેફ્ટી, ગેસ કનેકશન સાથે નવી સુવિધાઓમાં વોટર રીચાર્જ બોર, સીસી ટીવી, ટીએસટીપી, ઓર્ગેનિક વેસ્ટ કન્વર્ટર (ઓડબલ્યુસી) મુકાશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો