5 પોલીસ ઇન્સ્પેક્ટર સામે ગુના નોંધાયા છે
સુરત: સરથાણા પીઆઇ એન.ડી. ચૌધરી સહિત ચાર સામે ગુનો નોંધાયો છે. ત્યારે સુરતને લાગે વળગે છે ત્યાં સુધી અત્યાર સુધીમાં કુલ પાંચ પોલીસ ઇન્સ્પેક્ટર સામે ગુના નોંધાઈ ચૂક્યા હોવાનું જાણવા મળ્યું છે. વર્ષો પૂર્વે રાંદેર પોલીસ મથકમાંથી મુદ્દામાલ ચોરાતા તત્કાલીન એસીપી ડો. એન.કે.અમિને પીઆઇ મુદલિયાર અને દેસાઇ સામે ગુનો નોંધ્યો હતો. ઉધનાના તત્કાલીન પીઆઇ બે.કે. રત્નુ સામે ધાક ધમકી આપી નાણાં પડાવવાનો ગુનો નોંધાયો હતો. ક્રાઇમ બ્રાંચની ટીમે પોઈ એલ. બી. ડાભી સામે એનસીઆર કોઇન કૌભાંડ સંદર્ભે ગુનો નોંધ્યો હતો. પોલીસ ઇન્સ્પેક્ટર આઇ.આઇ. શેખ સામે થોડા સમય પૂર્વે લાંચને લગતો ગુનો નોંધાયા બાદ ત્રણ-ચાર દિવસ પૂર્વે મહિલાને પજવવાનો ગુનો પાંડેસરા પોલીસ મથકમાં નોંધાયો છે.