તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

5 વર્ષમાં સુરત જિલ્લામાં 4.50 લાખ મતદારો વધ્યા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | સુરત જિલ્લામાં મતદાર યાદીમાં નામ નોંધાવવાની પ્રક્રિયા છેક સુધી ચાલુ રહેતા વધુ 57075 મતદારો ઉમેરાયા હતા. પરિણામે હવે મતદારોની સંખ્યા વધીને 41,34,295 પર પહોંચી ગઈ છે. જે છેલ્લાં પાંચ વર્ષની તુલનામાં 4,50,421 વધુ છે. એટલે કે પાંચ વર્ષમાં સુરત જિલ્લામાં 4.50 લાખ મતદારો વધ્યા છે. સુરત જિલ્લમાં કુલ 1,03,795 લોકો દ્વારા મતદાર યાદીમાં નામ ઉમેરવા અરજી કરાઇ હતી. જે પૈકી અધૂરા પુરવાના કારણે 46,720 અરજીઓ રદ કરાઇ હતી. 57,075 નવા મતદારોનો ઉમેરો કરાતા સંખ્યા વધીને 41,84,716 પર પહોંચી ગઈ છે. 2014ની લોકસભાની ચૂંટણી સમયે 37,34,295 મતદારો હતા. આમ પાંચ વર્ષમાં 4,50,421 મતદારો વધ્યા છે.

અન્ય સમાચારો પણ છે...